fbpx
ગુજરાત

લીંમડી નજીક કાર પલ્ટી ખાઈ જતાં લગ્ન થાય એ પહેલાં યુવક યુવતીનાં મોત

ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો દ્વારકા ખંભાળીયા નેશનલ હાઈવે પર લીમડી નજીક કાર પલટી જતા બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કમનસીબે કારમાં સવાર ચાર લોકોમાં જે બે જણાના મોત થયા છે તેમના લગ્ન થવાના હતા. યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. દ્વારકા-ખંભાળીયા નેશનલ હાઇવે પરથી એક કાર પસાર થઈ રહી હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો,

અને કાર હાઈવે પરથી નીચે ખાબકી હતી. લીંમડી નજીક કાર પલ્ટી ખાઈ જતાં કારમાં સવારે બે લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય બે લોકોની હાલત ગંભીર છે. બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ખંભાળિયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જાેકે, આ અકસ્માત પરિવાર માટે દર્દનાક બની રહ્યો હતો. જે યુવક યુવતીના અકસ્માતમાં મોત થયા તેમના બે મહિના બાદ લગ્ન થવાના હતા. લગ્ન પહેલા પરિવાર દ્વારકા જવા નીકળ્યો હતો. પરંતુ ધુમ્મસને કારણે કંઈ દેખાયુ નહિ, અને યુવક યુવતીનું મોત નિપજ્યું. ત્યારે જે પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યા હવે માતમ છવાયો છે. વિધીના લેખ તો જુઓ, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા, પરંતુ એકસાથે મોત આવ્યું, પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/