fbpx
ગુજરાત

૩૧ PIને એક વર્ષની તાલીમ પુરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક

સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-૨ની જગ્યા પર પસંદગી થઇ હતી નવી ભરતીના ૩૧ ઁૈંને એક વર્ષની તાલીમ પુરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે. સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-૨ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક અપાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક ૩૮/૨૦૧૭-૧૮ અને જાહેરાત ક્રમાંક૧૧૨/૨૦૧૮-૧૯ અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-૨ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા.

જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે ૧ વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. ૩૧ પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (૨૭ માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-૨ સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/