fbpx
ગુજરાત

ગુજરાતની પ્રજા GDP- ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવ વધારાથી પરેશાન : અમિત ચાવડા

·        ગુજરાતની પ્રજા GDP- ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવ વધારાથી પરેશાન : અમિત ચાવડા

·        અસલી સરકારની સંડોવણી અને આશીર્વાદને કારણે નકલીઓ બેફામ : અમિત ચાવડા

·        રાજ્યમાં ૧૭ લાખ પુરુષો અને ૨ લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી, “ઉડતા ગુજરાત” તરફ આગળ વધતું રાજ્ય : અમિત ચાવડા

·        સરકાર MBBS – મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, સલામતી માટે ચિંતિત નથી: અમિત ચાવડા

·        ગુજરાતમાં ઉદ્યોગપતિઓનો વિકાસ થયો આમ ગુજરાતીઓનો નહી: અમિત ચાવડા

·        રાજ્યની ૬૦% વસ્તી પેટ ભરવા, અનાજ લેવા માટે લાઈનો માં ઉભી રહે છે  : અમિત ચાવડા

·        ગુજરાતમાં વહીવટદારોનું રાજ, સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ નહિ કરી, ભાજપ સરકાર દ્વારા  “વહીવટદાર રાજ”ને પ્રોત્સાહન : અમિત ચાવડા       

        રાજ્યમાં જ્યારે ૧૫૬ ની બહુમતિવાળી સરકાર હોય,  ડબલ એન્જીન હોય, અને બજેટ રજુ કરવામાં આવ્યું હોય તો પણ ગુજરાતની ગૃહિણીઓને ૪૫૦ રૂપિયામાં ગેસની બોટલ ન મળ્યો. ગુજરાતીઑને ફક્ત ન્યુઝપેપરોમાં રાજસ્થાન સરકારની ગેસના બાટલાની જાહેરાતો જોઇને ખુશ થવું પડે છે. સરકારના કાલ્પનિક આંકડાઓથી વધતા GDP માં જનતાને રસ નથી.  પ્રજા GDP – એટલે,  ગેસ – ડીઝલ – પેટ્રોલના વધતા ભાવોને કારણે જનતા બેહાલ છે. ગુજરાત રાજ્ય એ દેશનું ગ્રોથ એન્જીન છે, ડબલ એન્જીન સરકાર છે, છતાં પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ નોકરી – ધંધા – રોજગાર – નીતિઓના અભાવે અને ડબલ એન્જીનના ધુમાડાને કારણે ગુજરાતના કુલ ૧.૩૨ કરોડ પરિવારોમાંથી ૭૨ લાખ પરિવારો દર મહીને ૨ ટંક ભોજન માટે અનાજ લેવા લાઈનોમાં ઉભી રહે છે.

        કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. તેની પાછળનું મોટું કારણ બેરોજગારીને કારણે ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યા છે, કચ્છના દરિયા કિનારે ડ્રગ્સ પકડાય એટલે કચ્છ ડ્રગ્સના લેન્ડિંગ હબ તરીકે બની ગયું છે. “ઉડતા ગુજરાત” બનવા તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. તેની ચિંતા સૌને છે. છેલ્લા ૫ વર્ષ (૨૦૧૮-૨૦૨૨) માં ગુજરાતમાં ૯૩,૦૦૦ કિલો ડ્રગ્સ પકડાયું. રાજ્યમાં ૧૯ લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચુક્યા છે. ૧૭ લાખ પુરુષો સામે ૨ લાખ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. દીકરા – દીકરીઓની દરેક પરિવાર ચિંતામાં હોય તેવી સ્થિતિ ગુજરાતમાં છે. હવે ગીફ્ટસિટીના નામે સરકાર દારૂબંધી હળવી કરી સરકાર હવે વિકાસના નામે પાછલા બારણે દારૂબંધીમાં છુટ્ટી આપવાની શરૂ કરી છે.

        રાજ્યના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનો વિકાસ એ ગુજરાતનો વિકાસ નથી. ખોટા વાયદા -વચનો – જુમલાઓ માટે ડબલ એન્જીન સરકાર જાણીતી છે જ, આપણે પહેલા તો નકલી ડીગ્રી વિષે જ સાંભળ્યું હશે.

હવે તો નકલી ચલણી નોટ, નકલી P.M.O. અધિકારી, નકલી C.M.O અધિકારી,  નકલી ધારાસભ્ય, નકલી P.A.,  નકલી સરકારી કચેરી, નકલી વિજીલન્સ ટીમ, નકલી પોલીસ, નકલી ટોલ નાકું, નકલી ચોખા – ઘી – દારૂ – સીરપ

ચારે તરફ નકલી, નકલી અને નકલી જ….

        રાજ્યમાં ઊભી થયેલી બેરોજગારીની સ્થિતિની વાસ્તવિકતા તરફ ધ્યાન આપતા જોવા મળ્યું કે રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ થયું છે.  મોંઘુ શિક્ષણ મેળવી લાખો યુવાનો, બેરોજગારો, સરકારમાં લાખો પદ ખાલી હોવા છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી,  TET – TAT પાસ હજારો શિક્ષકો કાયમી નોકરી માટે આંદોલન કરે છે. સરકાર જ્ઞાન સહાયક જેવા રૂપકડા નામ આપી યુવા પેઢીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ભરતી કરી અન્યાય કરે છે.  સમાન કામ – સમાન વેતન માટે લડતા ગુજરાતના યુવાનોની ચિંતા આ ડબલ એન્જીન સરકારમાં ક્યાય જોવા મળતી નથી.

        રાજ્યમાં ચોતરફ વહીવટદાર રાજ ચાલી રહ્યું છે જેમાં છેલ્લા ૧.૫ વર્ષથી ચૂંટણીઓ નથી થતી. ઝવેરી કમીશનનો રીપોર્ટ આવ્યો – કાયદો પણ બન્યો પણ મળતીયા વહીવટદારોથી શાસન કરવાની ફાવટ વાળી આ સરકાર ચૂંટાયેલા લોકોને બદલે વહીવટદારોથી વહીવટ કરી રહી છે. આને પરિણામે ૫૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકાઓ, ૧૮ તાલુકા પંચાયતો અને ૨ જિલ્લા પંચાયતની અનેક બેઠકોની પેટા ચૂંટણીઓ નથી થઇ જેમાં સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રજાના પ્રતિનિધીઓને ઘરે બેસાડી વહીવટદારોનું રાજ ચલાવે છે.

        ડબલ એન્જીન સરકારમાં ગરીબી તો ઓછી ન થઇ પણ ગરીબો દેશમાં વધ્યા છે, આ ડબલ એન્જીન સરકાર “GYAN” માટે કામ નથી કરતી.

એટલે કે,       G          – ગરીબ

                        Y          – યુવા

                        A          – અન્નદાતા

                        N          – નારી

        પરંતુ આ રાજમાં હકીકત એ છે કે અમીર વધારે અમીર થતા જાય છે અને ગરીબ વધારે ગરીબ થતા જાય છે હોય ત્યારે સરકાર GYAN માટે કામ નથી કરતી પરંતુ AGYAN બની કામ કરે છે.

એટલે કે,                     

                Anti ગરીબ

                        Anti યુવા

                        Anti અન્નદાતા

                        Anti નારી

કારણ કે આ સરકાર… ન તો ગરીબી દુર કરી શકી, ન તો બેરોજગારી, ન તો અન્નદાતા – ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપ્યા,   ન તો નારીને સલામતી પૂરી પાડી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/