fbpx
ગુજરાત

અમદાવાદમાં લાખો રૂપિયાના લસણની ચોરી

ચોર ટોળકીએ ૧૪ કટ્ટાં લસણની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચોર-લૂંટારાઓ અત્યાર સુધી તો લોકોના ઘરમાં ધાડ પાડીને ચોરી કરતા હતા. પરંતુ અમદાવાદમાં એક એવી ચોરી સામે આવી છે જેની ફરિયાદ નોંધાતાં પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. અમદાવાદમાં ચોર ટોળકીએ ૧૪ કટ્ટાં લસણની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લસણના ભાવ આસમાને પહોંચતાં ચોર-ગઠિયાઓ માટે હવે લસણ એવી કોમોડિટી બની ગયું છે કે ધોળા દિવસે તેઓ લસણની ચોરી કરીને લાખોપતિ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.

૪૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા લસણની ચોરીનાં આ દ્રશ્યો છે અમદાવાદ શહેરનાં. વિશાલા નજીક આવેલા વાસણા છઁસ્ઝ્રમાં માર્કેટ રિક્ષા લઈને આવેલા આ ચોરને જુઓ. આ ઝ્રઝ્ર્‌ફમાં દેખાતી ઘડિયાળ સમય બતાવી રહી છે સાંજના ૬ વાગીને ૨૧ મિનિટનો. એટલે કે ત્રીજી તારીખે રિક્ષામાં આવેલો આ ચોર ધોળા દિવસે લસણની ચોરી કરી રહ્યો છે.

ચોરે ચોરી કરેલા લસણના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક રિક્ષાચોર આવે છે અને લસણ ચોરીને જતો રહે છે. તેની આસપાસ લોકો ઊભા છે અને દિવસ હોવાથી માણસોની અવરજવર થઈ રહી છે તેમ છતાં ૨ ગઠિયાઓ ૧૪ કટ્ટાં લસણ ચોરીને જતા રહ્યા. આ લસણ ચોરીની ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને વેપારીએ લસણ ચોરોને પકડી પાડવાની રજૂઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/