fbpx
ગુજરાત

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ૬ ભાગેડુ પૈકી બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે હજી પણ ૪ આરોપી પોલીસની પકડથી દૂર છે. બોટ દુર્ઘટનામાં કુલ ૨૧ આરોપી માંથી ૧૭ આરોપી પોલીસ સકંજામાં છે.

વડોદરાના હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ પોતાના હાથ ખંખેરવાના પ્રયાસ કર્યા હતો. તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે બોટનો કોન્ટ્રાક્ટ અમારી વખતે અપાયો જ નથી. અમારીથી પહેલાના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે. હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ઓછા ભાવમાં કોન્ટ્રાક્ટ આપવા મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને આ મામલે કઇ સ્વીકારવાનું ટાળ્યુ હતુ.

સ્ટેન્ડિંગ ચેરમેન શિતલ મિસ્ત્રીએ બોટનો કોન્ટ્રાક્ટ તેમના કાર્યકાળ દરમિયાન ન અપાયો હોવાનું જણાવ્યુ હતુ, સાથે જ તપાસ ચાલી રહી હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ. વડોદરા હરણી દુર્ઘટના મામલે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે. બોટ દુર્ઘટનાના ૨૦ દિવસ બાદ પણ શાળા સંચાલકો અને ફસ્ઝ્રના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/