fbpx
ગુજરાત

જ્યારથી ભાજપ સરકાર બની ત્યારથી ગુજરાતના ખેડૂતોને માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું

·         જ્યારથી ભાજપ સરકાર બની ત્યારથી ગુજરાતના ખેડૂતોને માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું : અમિત ચાવડા

·         બિપોર જોય વાવાઝોડામાં ૨,૦૦૦ કરોડના નુકસાન સામે કેન્દ્ર સરકારે માત્ર રૂ ૩૩૮ કરોડ આપી ગુજરાતીઓને થપ્પડ મારી : અમિત ચાવડા

જ્યારથી આ સરકાર બની ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી- દરિયા કાંઠા વિસ્તારના લોકો હોય તેમના માથે પનોતી બેઠી હોય એવું નિર્માણ થયું છે, પેહલા ટૌકતે વાવાઝોડું , પછી બિપોરજોય વાવાઝોડું, કમોસમી વરસાદ , નર્મદા નદી માં સરકાર સર્જિત પૂર થી ખેડૂત ને ખેતી બરબાદ થઈ ગયા

કોંગ્રેસની કેન્દ્રની સરકાર વખતે જ્યારે એક રૂપિયો પણ ઓછો આપે તો ટીવીમાં થપ્પડવાળી જાહેરાત આવતી,  હવે સરકાર થપ્પડ વાળી જાહેરાત આપે.

        ગુજરાત વિધાનસભામાં આજે જ્યારે સરકાર દ્વારા મહેસૂલ વિભાગની પૂરક માંગણીઓ આવી છે ત્યારે અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ સરકાર વખતે રાજ્ય સરકારના વલણ ને ટાંકીને કહ્યું કે જ્યારે આ ડબલ એન્જિન ની સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પહેલા જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર એક રૂપિયો પણ ઓછો આપે તો ટીવીમાં પેલી થપ્પડ વાળી જાહેરાત આવતી કેન્દ્ર સરકારનો ગુજરાતના લોકોને થપ્પડ. હવે જ્યારે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હોય એટલે મોસાળે જમણવાર અને માં પીરસનારી જેવી સ્થિતિ હોય તોય ગુજરાતને અન્યાય રૂપી થપ્પડ મારવામાં આવી રહી છે.

        આ સરકાર બની ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી- દરિયા કાંઠા વિસ્તારમાંપહેલા તોકતે‘ વાવાઝોડું આવ્યું, ‘બીપોરજોય‘ વાવાઝોડું આવ્યુંત્યાર પછી કમોસમી વરસાદ થયોનર્મદા નદીમાં સરકાર સર્જિત પુર આવ્યુંખેડૂતોની તબાહી સર્જાઇમાલ મિલકતનું નુકસાન થયુંઅનેક જગ્યાએ એ પશુ ધન મોટી સંખ્યામાં તણાઈ ગયા તેનું નુકસાન થયું, માલધારીઓને નુકસાન થયું અને સાથે સાથે જે સરકારી મિલકત હતી અને પણ નુકસાન થયુ અને રસ્તા પણ ધોવાઈ ગયાવીજ પોલ પડી ગયાખેતરો ધોવાઈ ગયાખેતરોમાં રેતી આવી ગયાબાગાયતી પાકોને નુકસાન થયું. ખૂબ મોટા પ્રમાણમાં ખેતીખેડૂત અને સરકારી મિલકતને નુકસાન થયું અને જાન માલ ને નુકસાન થયું. પરંતુ જ્યારે બિપોરજોય વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા માટે આવી અને સર્વે થયો એ મુજબ લગભગ ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ નુકસાની થઈ એવું સર્વે માં આવ્યું.

        ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી પણ મૂકી કે રૂ.૨,૦૦૦ કરોડ થી વધુ નુકસાન આ વાવાઝોડાને કારણે  થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે. પણ આપણા વડાપ્રધાન હતામોસાળે જમણ વાર અને માં પીરસનારી હોય તેમ હોવા છતાં કેન્દ્ર સરકારે ફક્ત રૂ ૩૩૮ કરોડ ની રકમ આપી અને ગુજરાતના લોકો ને ગુજરાતની સરકારને સણસણતો થપ્પડ માર્યો છે.

        તેમણે જણાવ્યું કે આજે પૂરક માંગણીઓ માં સરકાર વધારાની માંગણીઓ લઈને આવી છે કે કુદરતી આફતો આવી એના કારણે વધુ બજેટ ઉપયોગ કરવું પડે છે એટલે પ્રજાના ટેક્સના પૈસા વધારે આપો. ત્યારે અમે  સરકારને કહ્યું કે આપણી કેન્દ્રની સરકાર છેડબલ એન્જિન સરકાર છેઆપણા વડા પ્રધાન એની આપણે તો વાતો મોટી ખૂબ કરીએ છીએ પરંતુ કેન્દ્ર સરકારે આપણને જે અન્યાય કર્યો છે. આવી કુદરતી આપદાના સમયમાં પણ અન્યાય કર્યો છે. એમની ફરજ હતી કે ગુજરાતી તરીકે ગુજરાતને મદદ કરે પણ કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છેગુજરાત સરકારના ગાલ પર જે થપ્પડ માર્યો છે એનો જવાબ પણ સરકાર આપે. આપણને અહીંયા જે નુકસાન થયું છે એના માટે કેન્દ્ર સરકારે મદદ નહિ કરી ગુજરાત અને ગુજરાતીઓને નુકસાનકર્યુંછે.         

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/