fbpx
ગુજરાત

ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડાએક સાથે ૨૭ સ્થળો પરITના મેગા સર્ચ ઓપરેશનથી બિલ્ડરોમાં ફફડાટ

ગુજરાતમાં વધુ એક વાર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ વખતે ગુજરાતના પાટનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ઁજઅ ગૃપના પર દરોડા પડ્યા. સેક્ટર ૮, સરગાસણ અને પીડીપીયુ રોડ ઉપર આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગાંધીનગરના બિલ્ડરો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે ૨૭ સ્થળો પર ૈં્‌ના દરોડા પડ્યા છે. ઁજઅ ગૃપ પર ઈન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકીમ જાેશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ૈં્‌ના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર ૮, સેક્ટર ૨૧, સરગાસણ, ઁડ્ઢઁેં રોડ પર તપાસ ચાલી રહી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના ૧૦૦થી વધુ અધિકારી તપાસમાં જાેડાયા છે.

આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવવાહ મળવાની શક્યતા છે. ઁજઅ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની રેડ પડતા જ ગાંધીનગરમાં ડરનો માહોલ છવાયો છે. બંકીમ જાેશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને દરોડા પડતા આખી બિલ્ડર લોબી આકુળવ્યાકુળ બની છે. કારણ કે, આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. તો બીજી તરફ, વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગની સતત બીજા દિવસે સર્ચની કામગીરી ચાલી રહી છએ. આવકવેરા વિભાગ દ્વારા ગત વહેલી સવારથી વોર્ડ વિઝાર્ડના ઝ્રસ્ડ્ઢ યતીન ગુપ્તેના નિવાસસ્થાન સહિત કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગ દ્ધારા વોર્ડ વિઝાર્ડ કંપનીના હિસાબોની તપાસ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા મહત્વના દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર, હિસાબી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરાના દરોડાના પગલે વોર્ડ વિઝાર્ડ કંપનીના શેર ૭.૪૯ ટકા જેટલો તૂટ્યો છે. વોર્ડ વિઝાર્ડ મેડિકલ, હેલ્થકેર, મનોરંજન, ફૂડ તેમજ ઇવેન્ટ મેન્જમેન્ટમાં પણ સક્રિય છે. તેમજ વોર્ડ વિઝાર્ડના ઝ્રસ્ડ્ઢ યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/