fbpx
ગુજરાત

ભાજપ પોતાના કયા ચાર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર સૌની નજરભાજપ ૧૪ ફેબ્રુઆરીએ ૪ બેઠક પર ઉમેદવારનું એલાન કરશે

ગુજરાતની ૪ રાજ્યસભાની બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આમ જાેવા જઈએ તો આ ચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઈનલ છે. ત્યારે ભાજપ પોતાના કયા ચાર ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર સો કોઈની નજર છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ભાજપ ૧૪ ફેબ્રુઆરીએ ૪ બેઠક પર ઉમેદવારનું એલાન કરશે. ૧૨થી ૧૪ ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચારેય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ૧૫ ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે મ્ત્નઁ એક મહિલાને રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે. જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભા ઉમેદવાર તરીકે અન્ય બે નવા ચહેરાની જાહેરાત થઈ શકે છે. મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ આગામી સમયમાં ભાજપ કોણે ટિકીટ આપે છે તે જાેવાનું રહ્યું. ગુજરાતમાં હાલના સમીકરણોના આધારે કહી શકાય કે ભાજપ ચારેય બેઠકો બિનહરીફ જીતશે. તમને જણાવી દઈએ કે હાલની ૪ બેઠકમાંથી ૨ કોંગ્રેસ જ્યારે ૨ બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ ૩૬ વોટ સાથે એક બેઠક પર જીત થાય છે.

ત્યારે ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટે ભાજપ ૧૪ ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જાેતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે ૧૪૮ મત જાેઇએ, ૧૫૬ મત અકબંધ છે. રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે ૩૭ મત જાેઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને ૧૪૮ મતોની જરૂર છે. ભાજપ પાસે ૧૫૬ ધારાસભ્યોનું સંખ્યાબળ છે,

તે જાેતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ ૨૨ મતો ખુટે છે. આ જાેતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જાેવાઇ રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા ૩૬ મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૫ ફેબ્રુઆરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/