fbpx
ગુજરાત

મૌલાના સલમાન અઝહરીનાં કેસમાં હવે અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી

મૌલાના સલમાન અઝહરી હવે કચ્છથી અરવલ્લી પહોંચી શકે છે. મોડાસા શહેર પોલીસ દ્વારા મૌલામા મુફ્તી સલમાન અઝહરી સામે ભડકાઉ ભાષણના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગત શુક્રવારે મૌલાના અઝહરી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં મૌલાના અઝહરી જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનારા આયોજક ઇશાક ઘોરીની ધરપકડ કરવામાં આવી હતી.

જેને કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન મૌલાના અઝહરી સામે હાલમાં કચ્છ પોલીસ તપાસ કરી રહી છે. જેમાં ભચાઉમાં આરોપી મૌલાના અઝહરીના રિમાન્ડ રવિવારે પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી છે, જ્યાં મોડાસા પોલીસ દ્વારા આરોપી મૌલાના અઝહરીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરશે. ભચાઉમાં આ અંગેની કાર્યવાહી હાથ ધરાશે, જેને લઈ હવે કોર્ટ તરફ સૌની નજર મંડરાઇ છે. કોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. ટ્રાન્સફર વોરંટથી તેમને મોડાસા લાવવામાં આવી શકે છે. જ્યાં મોડાસા કોર્ટમાં રજૂ કરીને મૌલાના અઝહરીના રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/