fbpx
ગુજરાત

ડાંગ જિલ્લામાં હનુમાનજીના ૫૧ થી ૫૭ મંદિરનું લોકાર્પણ. SRK ના મોભી ગોવિદ ભગત ધોળકિયા ની ઉપસ્થિતિ માં ૩૧૧ ગામો હનુમાનજી મંદિર નિર્માણ સંકલ્પ

સાપુતારા ડાંગ જિલ્લામાં હનુમાનજીના ૫૧ થી ૫૭  મંદિરનું લોકાર્પણ ડાંગ જિલ્લામાં શ્રી રામ ભક્ત હનુમાનજીના ૫૧ થી ૫૭  મંદિરોનું લોકાર્પણ કાર્યક્રમ પદ્મશ્રી સદગુરુ બ્રહ્મહોશાનંદજી આચાર્ય સ્વામીજીના અધ્યક્ષ સ્થાને પૂ. પી.પી.સ્વામી અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ગોવિંદ ધોળકિયા  દિનેશભાઈ નારોલાની ઉપસ્થિતમાં સંપન્ન થયો હતો.

ડાંગ જિલ્લામાં ૩૧૧  ગામોમાં રામ ભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય પી.પી.સ્વામી સાથે સંકલ્પ કર્તા ઉદ્યોગપતિ ધોળકિયા, ગોવિંદભાઈ અરજણભાઈ ધોળકિયાના ઉપસ્થિતિમાં ૮ મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પદ્મશ્રી બ્રમ્હોશાનંદ આચાર્ય સ્વામીજી શ્રીદત્તપદ્મનાભ પીઠ ગોવાના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના લહાનદબાસ વિહીરઆંબા,નીરગુડમાળ, ટાંકલીપાડા, ઉમરપાડા, ભાંદા, ટેમરૂનઘરટાઈ ગામોમાં ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આહવા તાલુકાના આ સાતેય ગામોમાં લોકોએ આદિવાસી પરંપરાગત વાજિંત્રો,નૃત્યની રમઝટ સાથે મહેમાનોનું સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભવો દ્વારા ગામની બહેનોને સાડી, યુવક વડીલોને શર્ટપીસ અને નિરાધારોને ધાબળા વિતરણ કરાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/