fbpx
ગુજરાત

ગુજરાતમાં ૩ વર્ષમાં દત્તક લેવાયેલા ૩૩૭ બાળકોમાં ૧૮૯ દીકરીઓસંતાન ન હોવા છતા પણ માતાપિતા દત્તક તરીકે દીકરીને લેવાનું પસંદ કરે છે

એક સમય હતો જ્યારે ગુજરાતમાં દીકરીઓને જન્મદર ઓછો હતો. પુત્રની ઘેલછામાં દીકરીઓનો જન્મદર ઓછો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતી પરિવારોને હવે દીકરીઓ વ્હાલી લાગવા લાગી છે. ગુજરાતીઓ હવે દીકરીઓ પર વ્હાલ વરસાવવા લાગ્યા છે. આંકડા બતાવે છે કે, ગુજરાતમાં દત્તક લેવામાં આવતા ૧૦ બાળકોમાંથી ૬ દીકરીઓ હોય છે. ગુજરાતમાં ૩ વર્ષમાં લેવાયેલા ૩૩૭ બાળકોમાંથી ૧૮૯ દીકરી છે. ૪૩ સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવાયા છે. તાજેતરમાં આંકડા સામે આવ્યા છે,

જે બતાવે છે કે ગુજરાતમાં હવે દીકરીઓનું મહત્વ વધ્યું છે. એક અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૩૩૭ બાળકો દત્તક લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૮૯ દીકરી અને ૧૪૮ દીકરાનો સમાવેશ થાય છે. આ પૈકી ૨૯૪ સંતાનોને દેશના જ્યારે ૪૩ સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવામાં આવેલા આ ૨૯૪માંથી ૧૬૦ જ્યારે વિદેશમાં દત્તક લેવામાં આવેલા ૪૩ બાળકોમાંથી ૨૯ દીકરી છે. અગાઉ ગુજરાતમાં દીકરીને ઘરનો ભાર ગણાવાતી હતી. દીકરી આવે એટલે માતાપિતાને તેના લગ્ન, કન્યાદાન, દહેજની ચિંતા સતાવતી. ગુજરાતમાં દીકરાનું મહત્વ વધુ રહેતું, ત્યારે હવે સમય બદલાયો છે. સંતાન ન હોવા છતા પણ માતાપિતા દત્તક તરીકે દીકરીને લેવાનું પસંદ કરે છે. જે બતાવે છે કે દીકરાઓનો મોહ ઓછો થયો છે.

દેશમાં દીકરીઓને દત્તક લેવામાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે. દીકરીઓના દત્તક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજ્યોમાં પણ સામેલ નથી. ત્યારે દેશમાં કયા રાજ્યમાં કેટલી દીકરીઓ દત્તક લેવાય છે તે જાેઈએ. દત્તક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની આજે પણ દત્તક સંતાન માટે આવે ત્યારે તેમાંથી મોટાભાગના દીકરી ઉપર સૌપ્રથમ પસંદગી ઉતારે છે. આ માટે મુખ્ય કારણ એ છે કે પતિ-પત્ની માનવું હોય છે કે પાછલી જીંદગીમાં પુત્ર કરતાં પુત્રી વધારે સાથ આપશે. પુત્ર કરતાં પુત્રી વધારે લાગણીશીલ હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/