fbpx
ગુજરાત

ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ૪ ઉમેદવારોના નામની જાહેરાતજે.પી. નડ્ડા, ગોવિંદભાઇ ધોળકિયા, મયંકભાઇ નાયક અને ડો. જશવંતસિંહ પરમારનું નામ જાહેર

આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના ૪ ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. આખરે ભાજપ દ્વારા સસ્પેન્સનો અંત લાવવામાં આવ્યો છે. રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી જે.પી. નડ્ડા, ગોવિંદભાઇ ધોળકિયા, મયંકભાઇ નાયક અને ડો. જશવંતસિંહ પરમારનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની ૨ ટર્મ થઇ ગઇ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવાર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત ૮ ફેબ્રુઆરી ૨૦૨૪થી એટલે કે આજથી થશે અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે ૧૬ ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી ૨૭ ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે ૫ વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/