fbpx
ગુજરાત

ગુજરાત સરકારના લાખો કર્મચારીઓની જુની પેન્શન યોજના લાગુ કરવા ફરી લડત શરૂ

ગાંધીનગર વન તંત્રના વહીવટી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અગ્ર મુખ્ય વન સંરક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકારના લાખો કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ આ લડતને આક્રમક બનાવવા તૈયાર થઇ ગયા છે. જે અન્વયે આજથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેને સચિવાલય ફેડરેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. આજે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસીએશન તેમજ ગુજરાત વન વિભાગના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટીધારણ કરી સરકારને પુનઃ આવેદન પત્ર આપી લડતનાં મંડાણ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે માટે કર્મચારીઓ દ્વારા મોટું આંદોલન શરૃ કરાયું હતુ. જાે કે, સરકારે કર્મચારીઓને પેન્શન યોજના લાગુ કરવા માટે આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ તેમાંથી એક પણ માંગણી સંતોષમાં આવી ન હતી અને વિધાનસભાની ચૂંટણી પણ પુરી થઇ ગઇ અને નવી સરકારે એક વર્ષ પણ પુર્ણ કરી દીધું છે ત્યારે રાજ્યના લાખ્ખો કર્મચારીઓના પ્રશ્ન હજી પડતર જ રહેવા પામ્યા છે અને કર્મચારીઓની જુની પેન્શન યોજનાની માંગ ઉભીને ઉભી છે

ત્યારે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે કર્મચારીઓ આ વખતે માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા છે. આજથી કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આંદોલાત્મક કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે. જેમાં આજે અને આવતીકાલે તા.૧૫મીએ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. જ્યારે તા.૧૬મીએ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે અને તા.૨૩મીએ ગાંધીનગરમાં બપોરે બાર વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે. આ લડતને ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, સરકાર દ્વારા રાજ્યની તત્કાલીન આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને કરકસરનાં ભાગરૂપે તા.૧૬/૨/૨૦૦૬થી ફિક્સ પગારની નીતિ લાગુ કરવામાં આવેલ છે.

જેનાં અંતર્ગત માન્ય ભરતી બોર્ડ(ય્ઁજીઝ્ર,ય્જીજીજીમ્) દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કર્યાં બાદ, ભારતના સંવિધાનની કલમ-૩૦૯ અન્વયે મળેલ સત્તાની રૂએ જેની સેવાની શરતો નિયત થયેલ છે તેવી વર્ગ-૩ની જગ્યાઓ પર રાજ્યનાં યુવાનો/યુવતીઓને પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના દરે નિમણૂંક આપવામાં આવે છે. પરિસ્થિતિ અનુસાર સરકાર દ્વારા વખતો-વખત આ નીતિમાં આંશિક સુધારા પણ કરવામાં આવેલ છે. ભારત વર્ષના આ અમૃત કાળમાં દેશને વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા રાજ્યનાં કર્મચારીઓ કટિબધ્ધ છે.

આ સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત રાજ્યએ સુકાન સંભાળેલ છે, ત્યારે આ સેવાયજ્ઞમાં કર્મચારી માટે બાંધ્યા પગારની ફિક્સ પે પ્રથા ગુજરાત રાજ્ય માટે અમૃતકાળમાં કાળી ટીલી સમાન છે. જ્યારે ગાંધીનગર વન તંત્રના વહીવટી કર્મચારીઓ દ્વારા પણ કાળી પટ્ટી ધારણ કરી અગ્ર મુખ્ય વન સંરક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જે અંગે કર્મચારીઓએ કહ્યું કે, સમગ્ર રાજ્યના બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પુરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજુઆતોને અંતે તા. ૧૬/૯/૨૦૨૨ ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવેલ .જેમાં કેટલાંક પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવેલ તે પૈકી પણ અમુક પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/