fbpx
ગુજરાત

ગુજરાત BJP ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજાનાં પુત્રએ સેનાની ટેન્ક પર બેસી સીન સપાટા કર્યારીલ માટે આર્મી ટેન્કનો ઉપયોગ કરવાની કોણે મંજુરી આપી ? ઉઠ્‌યા સવાલ

ગુજરાતમાં ભાજપના નેતા હો તો તમામ મંજૂરીઓ આપોઆપ મળી જાય છે. ગળામાં કેસરિયો ખેસ પહેરનાર રાજા હોય એવા ગુમાનમાં રહે છે. ગુજરાત મ્ત્નઁ સ્ન્છ વીરેન્દ્ર સિંહ જાડેજાનો દીકરો ફરી એકવાર સમાચારમાં છે. આરોપ છે કે ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ જાડેજાએ પહેલા આર્મી ટેન્ક પર બેસીને વીડિયો શૂટ કર્યો હતો અને પછી તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે મંજૂરી કોણે આપી? સેનાના કયા અધિકારીઓને જી હજૂરી કરવાની ટેવ પડી છે. ટેન્ક એ સંવેદનશીલ છે જેની પર બેસીને ધારાસભ્યનો દીકરો સીન સપાટા કરી રહ્યો છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પાકિસ્તાનની નજીક હોવાને કારણે અત્યંત સંવેદનશીલ ગણાય છે.

મ્જીહ્લ અહીંની તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. તમામ બાબતોની વચ્ચે ગુજરાત ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો આર્મી ટેન્કની ઉપર શૂટ કરવામાં આવ્યો છે. આ પછી તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. રીલ માટે આર્મી ટેન્કનો ઉપયોગ કરવાને લઈને આખરે કોણે મંજૂરી આપી તે અંગે વિવાદ ઉભો થયો છે. સેના સાથે સંવેદનશીલ વિસ્તારમાં ટેન્ક પર બેસીને ફરવા જવાની કોને લીલીઝંડી આપે એ સૌથી મોટો સવાલ છે. ભાજપના નેતાના પુત્ર હોય તો શું સેના કેમ સલામો કરવા લાગી છે એ સૌથી મોટો સવાલ છે. કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયદીપ સિંહે વીડિયો શૂટ કર્યા બાદ તેને ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ અપલોડ કરી હતી.આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સવાલ એ ઉઠી રહ્યો છે કે સેનાની ટેન્ક પર વીડિયો શૂટ કરવાની મંજૂરી કોણે આપી? આ સમગ્ર વિવાદમાં એવી ચર્ચા છે કે કચ્છમાં ધારાસભ્યનો પુત્ર આર્મી ટેન્ક પર બેસી પિકનિક માટે ગયો હતો. આ વીડિયો એ સમયગાળા દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાપરથી જીતીને વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય બન્યા હતા. જાડેજા અગાઉ ૨૦૧૭ની ચૂંટણીમાં કચ્છ જિલ્લાના માંડવીથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. એમના દીકરાનો વીડિયો વાયરલ થયા બાદ સૌએ ચૂપકીદી સાધી લીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/