fbpx
ગુજરાત

જૈન આચાર્ય લોકેશજી અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચ્યા

‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય ડૉ. લોકેશજી અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે અયોધ્યા પહોંચ્યા અને શ્રી રામ મંદિરમાં દેશની સમૃદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આચાર્ય લોકેશની સાથે ડો.અનિલ શાહ, સ્માર્ટ વિલેજ મુવમેન્ટ-યુએસએના વડા ભવ્ય શ્રીવાસ્તવ, સંસ્થાપક – ધર્મ જગત અને, સુશ્રી તારકેશ્વરી મિશ્રા, સંયોજક – એ.વી.બી ફાઉન્ડેશન, યુ. એસ. એનાં મહિલા પાંખ પણ પ્રતિનિધિમંડળમાં હાજર હતા.

શ્રી રામ મંદિરમાં દર્શન અને પ્રાર્થના બાદ પત્રકારોને સંબોધતા આચાર્ય લોકેશજીએ કહ્યું કે, “ભગવાન શ્રી રામ દેશ અને વિશ્વનાં કરોડો લોકો માટે પૂજનીય છે, તેઓ કોઈ એક ધર્મ કે સંપ્રદાયનાં નથી, પરંતુ ભારતની ઓળખનો એક ભાગ છે. તેમણે કહ્યું કે જૈન ધર્મમાં ભગવાન શ્રી રામનું એ જ સ્થાન છે જે પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ઋષભ અને ભગવાન મહાવીરનું છે.”

આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ જાહેરાત કરી હતી કે તેમના દ્વારા સ્થાપિત “આચાર્ય લોકેશ સેવા સદભાવના ટ્રસ્ટ” વિશ્વભરનાં ભક્તોની સુવિધા માટે અયોધ્યામાં 24 તીર્થંકરોના નામ પર “સદભાવના સદન”નું નિર્માણ કરશે, જેમાં ભક્તોને સુવિધા મળશે. તેમણે કહ્યું કે અયોધ્યાજીનું હિન્દુ ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ અને શીખ ધર્મમાં સમાન મહત્વ છે. તેમણે કહ્યું કે અયોધ્યાજી ચાર તીર્થંકરોનું જન્મસ્થળ પણ છે, તેથી શ્રી રામ મંદિરનાં નિર્માણ બાદ વિશ્વભરમાંથી જૈન ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે.

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ, યુએસએના વડા ડો. અનિલ શાહે જણાવ્યું હતું કે, “સ્માર્ટ વિલેજ મૂવમેન્ટ અયોધ્યામાં લોક કલ્યાણની યોજનાઓ ચલાવવા માંગે છે જેથી કરીને અયોધ્યા અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો શિક્ષણ, દવા જેવી પ્રાથમિક સુવિધાઓ આજીવિકા અને વીજળી-પાણી વગેરે સરળતાથી મેળવી શકે. તેમણે કહ્યું કે શ્રી રામ મંદિરનાં નિર્માણ પછી સમગ્ર વિશ્વમાં અયોધ્યાજીનાં વિકાસ તરફ એક નવું આકર્ષણ ઊભું થયું છે અને સ્માર્ટ વિલેજ આંદોલન પણ અયોધ્યાજીનાં વિકાસમાં સક્રિયપણે યોગદાન આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/