fbpx
ગુજરાત

વિશ્વ માતૃભાષા દિવસ : ધોરણ-૧૦માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલાં વિદ્યાર્થીઓના આંકડા ચિંતાજનક

દિનપ્રતિદિન માતૃભાષા પ્રત્યેનો આદરભાવ ઓસરી રહ્યો છે અને તેની સાથેનું કનેક્શન તૂટી રહ્યું છે. એમાંય ગુજરાતી ભાષા સાથે આ પરિસ્થિતિ વધારે વિપરિત થઈ રહી છે. આ અમે નથી કહી રહ્યાં આ સરકારે આપેલાં આંકડાંઓ લેખિત પુરાવો છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં આપવામાં આવેલાં છે વિતેલાં વર્ષોના ધોરણ-૧૦માં માતૃભાષા ગુજરાતીમાં નપાસ થયેલાં વિદ્યાર્થીઓના કેટલાંક આંકડા જે સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો અંદાજાે લગાવે છે. માતૃભાષા ગુજરાતીમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓનો પાયો હજુ કાચો હોય તેમ જણાય છે. છેલ્લા કેટલાક વર્ષના ધોરણ ૧ થી ૧૦ના ગુજરાત બોર્ડના પરિણામ ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં હોય છે.

ગત વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૬.૨૫ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૬૨૮૬ જેટલા નાપાસ થયા હતા. વર્ષ ૨૦૨૨માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે ૬.૬૪ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૧.૧૮ લાખ નાપાસ થયા હતા. જાણકારોના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓમાં ફેલ થતાં હોય તો તે ગુજરાતી છે. આજે પણ ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષા હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતા તો દૂર વાંચતા પણ આવડતું નથી. વિદ્યાર્થીઓનું ગુજરાતીમાં સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે. પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેની સંભાવના વધી જ જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/