fbpx
ગુજરાત

ગાંધીનગરના રાંદેસણનાં વ્યક્તિના ખાતાં માંથી ગઠીયાએ ૧૧.૩૯ લાખ ઉપાડી લીધા

ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા રહીશને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ગૂગલ મેપ લીંન્ક મોકલી છ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાની અવેજીમાં શરૂઆતમાં ૩૦૦ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી વધુ પૈસા કમાવવાની લાલચ આપી ગઠિયાએ ૧૧ લાખ ૩૯ હજારનો ચૂનો લગાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગર રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રોમૈયા અંકમ પ્રાઈવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૩ માર્ચ ૨૦૨૩ નાં રોજ સુરેશભાઈના મોબાઈલના અજાણ્યા નંબરથી પાર્ટ ટાઈમ નોકરી માટેનો મેસેજ આવ્યો હતો.

જેમાં ગુગલ મેપ રીવ્યુનો ટાસ્ક કમ્પલીટ કરવા બદલ રૂપિયા ૫૦ બેંક ખાતામાં જમા મળશે. જે માટે ટેલીગ્રામ ગ્રુપમાં એડ થવાનો મેસેજ હતો. આથી ઓનલાઇન માધ્યમથી ૫૦ રૂપિયા કમાવાની લાલચમાં આવી ગયેલા સુરેશભાઈએ એક ટેલીગ્રામ ચેનલમાં જાેડાયા હતા. બાદમાં ગઠિયાએ માંગ્યા મુજબ તેમણે બેંક ખાતાની વિગતો તેમજ ૈંહ્લજીઝ્ર કોડ પણ આપી દીધો હતો. અને બેંક ખાતામાં સુરેશભાઈએ ગુગલ મેપ રીવ્યુના છ ટાસ્ક પુરા પણ કરી દીધા હતા. જેની અવેજીમાં તેમના ખાતામાં ૩૦૦ રૂપિયા પણ જમા થયા હતા. ત્યારબાદ તેમને પ્રીપેઇડ ટાસ્ક કરવાનું કહી ગઠિયાએ સારા રીટર્નની લાલચ આપી હતી. પોતાના ખાતામાં બેઠા બેઠા પૈસા જમા થતાં સુરેશભાઈને વિશ્વાસમાં આવી ગયા હતા.

અને તબક્કાવાર તા. ૧૩/૩/૨૦૨૩ થી તા. ૧૭/૩/૨૦૨૩ સુધી પૈસા ટ્રાન્સફર કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય એમ સુરેશભાઈએ શોટ કટમાં રૂપિયા કમાવવાની લાલચમાં તેમના મિત્રોનાં એકાઉન્ટમાંથી પણ ગઠિયાએ આપેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આમને આમ સુરેશભાઈએ માત્ર પાંચ દિવસના ગાળામાં રૂ. ૧૧ લાખ ૩૯ હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. આમ છતાં ગઠિયાએ ટાસ્કનાં બહાને વધુ પૈસા ભરવાનું કહેતા સુરેશભાઈને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જાે કે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. આખરે એક ટાસ્કની અવેજીમાં ૫૦ રૂપિયા મળવાની લાલચમાં સુરેશભાઈએ લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/