fbpx
ગુજરાત

હવે ૩ વર્ષ કે ૫ વર્ષની નોકરી પૂર્ણ થાય તો જ બદલી માટે અરજી કરી શકાશેજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માર્ગદર્શન માગવામાં આવ્યું

જિલ્લા આંતરિક અસર પરસ તથા જિલ્લા ફેર અરસ પરસ બદલીની કાર્યવાહી દરમિયાન હુકમોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. જેના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ૩ વર્ષ કે ૫ વર્ષની નોકરી પૂર્ણ થાય તો જ બદલી માટે અરજી કરી શકશે તેવી સ્પષ્ટતા કરી છે. જિલ્લા આંતરિક અરસ પરસ બદલી માટે ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જાેઈએ.

જ્યારે જિલ્લા ફેર અરસ પરસ બદલી માટે ઓછામાં ઓછી ૫ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જાેઈએ. આ શરતો પરિપૂર્ણ થયા બાદ જ સંબંધિત શિક્ષકોના અરસ પરસ બદલીના હુકમો કરવાના રહેશે તેમ જણાવાયું છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પત્ર લખી જિલ્લા આંતરિક અરસ પરસ તથા જિલ્લા ફેર અરસ પરસ બદલી હુકમ કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ત્યારબાદ કેટલાક જિલ્લા દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૪ની સ્થિતીએ જિલ્લા ફેર અરસ પરસ બદલી માટે અરજી કરેલા શિક્ષકે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ પાંચ વર્ષ પૂર્ણ ન કરેલા હોય તો તેવા કિસ્સામાં જિલ્લા ફેર અરસ પરસ બદલી હુકમ કરવાના કે કેમ તે અંગે માર્ગદર્શન માગ્યું હતું. જેથી તેને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પત્ર લખી સૂચના આપી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પત્ર દ્વારા જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ૧૧ મે, ૨૦૨૩ના ઠરાવથી પ્રસિધ્ધ બદલીના નિયમોમાં સામાન્ય સૂચનાઓમાં જાેગવાઈ કરવામાં આવેલી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/