fbpx
ગુજરાત

ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આજે ૧૨૪૯ ડોક્ટરોની જગ્યાઓ ખાલી

એક તરફ, ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારાં શિક્ષકો જ નથી. બીજી તરફ, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આ દશા છે કેમકે, અહીં દર્દીઓની સારવાર કરનારાં ડોક્ટરો નથી. સરકારી આંકડા જ કહે છેકે, ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આજે ૧૨૪૯ ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. ઉંચા પગાર સહિતની સવલતોને પગલે ડોક્ટરોને સરકારી દવાખાના-હોસ્પિટલો કરતાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં નોકરી કરવામાં વધુ રસ છે. ખુદ સરકારે બોન્ડ વસૂલીને કડક સૂચના આપી હોવા છતાંય ડોક્ટરો ફરજ પર હાજર જ થતા નથી.

લાખો રૂપિયા બોન્ડ આપવા તૈયાર છે પણ ડોક્ટરો ગામડાઓમાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા ઈચ્છુક નથી. આ સંજાેગોમાં એવા ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની દશા દયનીય થઈ છે. વર્ષ ૨૦૨૨ની સ્થિતીએ ગુજરાતમાં ગ્રામિણ આરોગ્ય કેન્દ્રમાં ૧૩૭૬ ડોક્ટરોની જગ્યાઓ સામે માત્ર ૧૨૭ ડોક્ટરોની જગ્યાઓ ભરાઈ છે. જયારે ૧૨૪૯ ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. આરોગ્ય વિભાગ પણ એ વાત કબૂલી રહ્યું છે કે, ગામડાઓમાં ડોક્ટરો નોકરી કરવા તૈયાર નથી. આ કારણોસર આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જગ્યાઓ ભરાતી નથી. વર્ષ ૨૦૦૫માં પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રનિસંખ્યા કુલ મળીને ૭૨૭૪ હતી તે વર્ષ ૨૦૨૨માં વધીને ૯૧૩૨ સુધી પહોંચી છે. સરકારે કોન્ટ્રાકટરોને બખ્ખાં કરાવીને આરોગ્ય કેન્દ્રો તો બાંધી દીધા પણ આજેય તેમાં પુરતો સ્ટાફ નથી પરિણામે ડોક્ટરો-સ્ટાફના અભાવે ગામડાના દર્દીઓને સારવાર મેળવવા નાછુટકે શહેરોમાં આવવુ પડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/