fbpx
ગુજરાત

દેશમાં લોકો કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા છેનેશનલ સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટ્રીનાં રિપોર્ટમાં ખુલાસો

દેશમાં લોકો ભોજન પર ઓછા પૈસા અને કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટ્રી (દ્ગર્જીં)ના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય પરિવારોનો ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ થયો છે. ઓગસ્ટ ૨૦૨૨ અને જૂલાઈ ૨૦૨૩ વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણના આંકડામાં આ વાત કહેવામાં આવી છે. જાે કે, સરકારે ૨૦૧૭-૧૮ના સર્વેના આંકડામાં ગરબડ હોવાની વાત કરીને જાહેર કર્યા ન હતા.

ડેટા અનુસાર, ૨૦૨૨-૨૩માં શહેરી વિસ્તારોમાં સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (સ્ઁઝ્રઈ) વધીને અંદાજે ૬,૪૫૯ રૂપિયા હતો. ૨૦૧૧-૧૨માં તે ૨,૬૩૦ હતો. ગ્રામીણ ભારતમાં ખર્ચ ૧,૪૩૦ રૂપિયાથી વધીને અંદાજિત ૩,૭૭૩ રૂપિયા થયો છે. ભારતીય પરિવારો પ્રમાણમાં ખોરાક પર ઓછો ખર્ચ કરે છે. તેઓ કપડાં, ટીવી અને મનોરંજન જેવા માધ્યમો પર વધુ ખર્ચ કરી રહ્યા છે. આ ડેટા કુલ ૨,૬૧,૭૪૬ ઘરોના સર્વેમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. તેમાંથી ૧,૫૫,૦૧૪ ઘર ગામડાઓમાં અને ૧,૦૬,૭૩૨ ઘર શહેરી વિસ્તારોના છે.

ગામડાઓમાં ભોજન પર માથાદીઠ માસિક ખર્ચ ૧,૭૫૦ રૂપિયા અને શહેરોમાં ૨,૫૩૦ રૂપિયા હતો. ગામડાઓમાં દૂધ અને તેના ઉત્પાદનો પર સરેરાશ માસિક ખર્ચ ૩૧૪ રૂપિયા અને અનાજ પર ૧૮૫ રૂપિયા હતો. શહેરોમાં આના પર ૪૬૬ રૂપિયા અને ૨૩૫ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ વસ્તુઓ પરનો ખર્ચ તેનાથી પણ વધુ થઈ ગયો છે. માથાદીઠ સરેરાશ માસિક ખર્ચ ગામડાઓમાં ૩૬૩ રૂપિયા અને શહેરોમાં ૬૮૭ રૂપિયા છે. ગામડાઓમાં માસિક વપરાશમાં ભોજનનો હિસ્સો ઘટીને ૪૬.૪ ટકા થયો છે. ૨૦૧૧-૧૨માં તે ૫૩ ટકા હતો. બિન-ખાદ્ય વપરાશ ૪૭ ટકાથી વધીને ૫૩.૬ ટકા થયો છે. શહેરી વિસ્તારોમાં ભોજનનો હિસ્સો ૪૨.૬ ટકાથી ઘટીને ૩૯.૨ ટકા થયો છે. શહેરોમાં નોન-ફૂડ આઇટમ્સ પર માથાદીઠ માસિક ખર્ચ રૂ. ૩,૯૨૯ હતો. ગામડાઓમાં બિન-ખાદ્ય ચીજવસ્તુઓ સિવાય સૌથી વધુ ખર્ચ ૨૮૫ રૂપિયા પ્રવાસ અને ૨૬૯ રૂપિયા મેડિકલ પર કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/