fbpx
ગુજરાત

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે અમિત શાહ દમણ અને સેલવાસની મુલાકાતે છે, તો આવતીકાલે કેન્દ્રિય ગૃહપ્રધાન કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કરશે. તો આ સાથે જ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દમણ અને સેલવાસની મુલાકાતે છે. દમણ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યુ. વહીવટદાર પ્રફુલ પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

તેઓ આજે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેવાના છે, સાથે જ સેલવાસના સાયલી ગ્રાઉન્ડમાં લાભાર્થી સંમેલનમાં ઉપસ્થિત રહેશે. મંગળવારે ૨૭ ફેબ્રુઆરીએ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કરશે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું. ૩૦ વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, ઁ્‌ઝ્ર કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લૉ કોલેજ હાલ કાર્યરત છે.

સંસ્થાની હોસ્પિટલમાં પણ લોકો સારવાર અને સરકારી યોજનાઓનો લોકો લાભ લઇ રહ્યા છે. ત્યારે કલોલમાં અદ્યતન મેડિકલ કોલેજ બનતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે. હાલ કોલેજમાં ૨૦ અનુભવી ફેકલ્ટી ૧૫૦ વિદ્યાર્થીઓને ભણાવશે. બેઠકો વધારીને ૫ વર્ષમાં ૬૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટેનું લક્ષ્ય છે. આ સિવાય ૨૭ ફેબ્રુઆરીએ અમિત શાહ અમદાવાદના સોલામાં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવાના છે. તો કલોલમાં કપિલેશ્વર તળાવની મુલાકાત અને મહાદેવ મંદિરમાં દર્શન કરવાના છે. તેઓ ગાંધીનગર મનપાની નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવાના છે. ગાંધીનગરમાં એક લાયબ્રેરીનું લોકાર્પણ પણ કરવાના છે.સાથે જ ગાંધીનગરના પેથાપુરમાં ગામ તળાવનું લોકાર્પણ પણ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/