fbpx
ગુજરાત

રાજકોટમાં કુલ ૧૫ જેટલા સ્થળો IT વિભાગના દરોડા પડ્યા, બિલ્ડર લોબીમાં ફફડાટ મચ્યો

ફરી એકવાર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઇ બોલાવી છે. રાજકોટમાં આયકર વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બેનામી વ્યવહારો થતા હોવાની શંકામાં ૧૫ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં બિલ્ડર લોબી પર ફરી ૈં્‌ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. બિલ્ડર દિલીપ લાડાણી, ઓરબીટ ગ્રુપ સહિત ૧૫ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. વહેલી સવારથી ૈં્‌ વિભાગની કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો મોટા પ્રમાણ થયા હોવાની શંકા છે. જેના આધારે આ તપાસ શરુ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં ખેડા અને આણંદ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરતના ૈં્‌ વિભાગે એશિયન ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/