fbpx
ગુજરાત

તરુણીને ગર્ભ રહી જતા તેનું પાપ છુપાવવા મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવીઅનાથ આશ્રમ પાસે જ બાળાને છોડી દેવાતાં કીડીઓએ ડંખ મારતાં મોત

કતારગામમાં તરછોડાયેલી બાળાના મોત મામલે કતારગામ પોલીસે કિશોરીના માતાપિતા, તબીબ, આયા અને રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તરુણીને ગર્ભ રહી જતા તેનું પાપ છુપાવવા સુરત લાવવામાં આવી હતી અને બાદમાં બાળકીના જન્મ થતાની સાથે જ તેને કતારગામ બાળ આશ્રમ નજીક તરછોડી દેવામાં આવી હતી. તરછોડાયેલી બાળકીનું એક દિવસ બાદ મોત નિપજ્યું છે. કતારગામમાં તરછોડાયેલી અને બાદમાં મૃત્યુ પામેલી નવજાત બાળા મહારાષ્ટ્રની એક સગીરાની હતી. કતારગામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને તરૂણીના માતા- પિતા એક રિક્ષાચાલક સહિત પાંચની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલાં કતારગામ નવજાત બાળાને તરછોડવામાં આવી હતી. જેને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. એક દિવસની સારવાર બાદ આ બાળાનું મૃત્યુ થયું હતું. જેમાં કતારગામ પોલીસે સીસૌટીવીની વિગત સાથે તપાસ હાથ ધરતા બાળાને છોડી જનાર રિક્ષાચાલકની ભાળ મળી હતી. જેને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરતા આ બાળાના માતા-પિતા અને બાદમાં બાળાની જ્યાં પ્રસૂતિ થઈ હતી, એ નર્સિંગ હોમમાં કામ કરતી બે નર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જાણવા મળેલી વિગત અનુસાર મહારાષ્ટ્રના બુલઢાણાના પરિવારની ૧૬ વર્ષિય તરૂણીને ગર્ભ રહ્યો હતો. જેને સુરત ખાતે લાવવામાં આવી હતી.

આ તરૂણીને બાળાને જન્મ આપ્યો હતો તરૂણી કુંવારી માતા બની હોય તેના માતા-પિતાએ નવજાત બાળાને અનાથ આશ્રમમાં છોડી દેવાનો વિચાર કર્યા હતો. કતારગામ વિસ્તારમાં અનાથ આશ્રમ છે ત્યારે એની બાજુમાં જ બાળાને છોડી દેવાઈ હતી. જ્યાં બાળા ના શરીર પર લાલ કીડી ચઢી જતા તેને ડંખ માર્યા હતા. બાદમાં બાળકી પર સ્થાનિક લોકોની નજર આ બાળકી પર જતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.જાે કે આ કમનસીબ બાળા લાંબુ જીવી નહોતી. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી આ બાળાનું મોત થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/