fbpx
ગુજરાત

અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ

વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જાેકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો છે. અમદાવાદમાં જાહેર રસ્તા પર બિભત્સ ચેનચાળા જાેવા મળ્યાં છે.

ચાલુ બાઈક પર બિભત્સ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતીએ ચાલુ બાઈક પર અશ્લિલતા ફેલાવી હતી. ચાલુ બાઈક પર ચુંબન કરીને યુવક અને યુવતીએ શરમ નેવે મુકી હતી. યુવક અને યુવતી ચાલુ બાઈક પર કિસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા એક કાર ચાલકે આ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો નિકોલ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું છે. જાેકે, વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવક વિવેક રામવાનીની ધરપકડ કરી છે. વિવેક રામવાનીની કુબેર નગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસે ખુદ આ વીડિયો અને માહિતી ટિ્‌વટર પર શેર કરી છે. જેથી અન્ય લોકો આવુ કરતા અટકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/