fbpx
ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૩થી ૪ ટકાનો વધારો જાહેર કરાયો

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૩થી ૪ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ ૧ જુલાઈ ૨૦૨૩થી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહિત રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી ર્નિણયો કર્યા છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૪૫ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૬૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થાની ૮ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૩થી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે, જુલાઈ-૨૦૨૩થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીની તફાવત રકમ માર્ચ-૨૦૨૪ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ની એરિયર્સની રકમ એપ્રિલ-૨૦૨૪ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે.

તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ ૧૦ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે ૧૪ ટકા ફાળો આપશે. આ ઉપરાંત એલ.ટી.સીમાં પણ એક ર્નિણય લીધો છે. જેમા કર્મચારીઓને એલ.ટી.સી. માટે ૧૦ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ ૬ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી જે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો અગત્યનો ર્નિણય જાહેર કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/