fbpx
ગુજરાત

જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મેળો આ વર્ષે ૮ માર્ચ સુધી યોજાશે

જૂનાગઢના ભવનાથમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાની શરૂઆત થઇ હતી. ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી ૮ માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે. મેળાના પ્રથમ દિવસે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ શિશ ઝુકાવ્યું હતું. શિવ રાત્રીના મેળાને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ જાેવા મળ્યો હતો.

મેળાનું ખાસ આકર્ષણ હોય છે નાગા સાધુઓ..જે ધૂણી ધખાવી ભવનાથમા શિવ ભક્તોને દર્શન આપતા હોય છે. અહીં નાગા સાધુના અવનવા રંગો પણ જાેવા મળ્યા હતા. કોઈ ગોગલ્સમા તો કોઈ ગુલ્ફીના લુફત ઉઠાવતા નાગા સાધુ જાેવા મળ્યા હતા..બીજી તરફ મુકતા નંદ બાપુએ પણ મેળાના મહત્વ અંગે પોતાના શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. આ વર્ષે મહા શિવ રાત્રીનો મેળો ૫ માર્ચ થી ૮ માર્ચ સુધી યોજાશે.. જેમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/