fbpx
ગુજરાત

ગુજરાત સરકારને પેન ડાઉન આંદોલન થકી સંખ્યાબંધ શિક્ષકોએ અલ્ટીમેટમ આપ્યું

નવમી માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા મહાપંચાયતનું આયોજનગુજરાતભરના પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલના આવતા ગુજરાતમાં સરકારી શિક્ષકોએ પોતાના હકની લડાઈ માટે નો માર્ગ અપનાવ્યો છે. જેને માટે આજે રાજ્યભરમાં શિક્ષકોએ પેન ડાઉન મૂવમેન્ટ ચલાવી છે. શિક્ષકોએ જણાવ્યુંકે, ૨૦૦૪ પછી નિમણૂક પામેલા વ્યક્તિને પેન્શન શા માટે નથી આપતા. આ મુદ્દે અમારું આંદોલન છે. કોરોના વખતે પણ શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવ્યો છે.

અમે બાળકો સાથે અન્યાય નહીં થવા દઈએ. જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથો સાથ અન્ય પડતર માંગણીઓને લઈને ગુજરાતના સંખ્યાબંધ શિક્ષકોએ પેન ડાઉન મૂવમેન્ટ ચલાવી છે. પેન ડાઉન એટલેકે, શિક્ષકો આજે સરકારી કામકાજથી સદંતર અળગા રહેશે. આજે શિક્ષકો હાથમાં પેન નહીં પકડે, ચોક નહીં પકડે અને કોઈ ઓનલાઈન કામગીરીથી પણ શિક્ષકો સંદતર અળગા રહેશે. ગુજરાત સરકારને આ આંદોલન થકી સંખ્યાબંધ શિક્ષકોએ અલ્ટીમેટમ પણ આપ્યું છે. સુરતમાં પણ પડતર માગને લઈ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોએ પેનડાઉન, ચોકડાઉન કામગીરી બંધ કરી દીધી છે. શિક્ષકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે.

એટલું જ નહીં સુરતમાં એક પત્ર પર પડતર પ્રશ્નો પર ટિક કરી પોતાનું મત રજૂ કરી રહ્યા છે. શિક્ષકો આજે ઓનલાઈન હાજરી પણ નહીં પુરે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસ કરાવવામાં આવશે નહી. આ રીતે શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. શિક્ષકોએ ૮ માર્ચ સુધી સરકારને આપ્યું છે અલ્ટીમેટમ. ઉકેલ ન લાવવામાં આવે તો નવમી માર્ચે સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. દોઢ વર્ષથી પડતર પ્રશ્નોનો નથી આવ્યો કોઈ ઉકેલ. રાજ્યના ૧.૫ લાખ શિક્ષકો આજે આંદોલન ઉપર છે. શિક્ષકો સહીત સરકારી કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે.

(૧) ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ આપવામાં આવે
(૨) ૧ એપ્રિલ ૨૦૦૫ પહેલાં નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે
(૩) સાતમા પગાર પંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે
(૪) ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જુના શિક્ષકની ભરતીના નિયમો સથવારે બનાવી શાળા બદલવાનો લાભ આપવામાં આવે
(૫) નવી પેન્શન યોજના વાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ ઉપરાંતનો લાભ આપવામાં આવે
(૬) કોન્ટ્રાક્ટ, ફિક્સ પગારની યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી
(૭) ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના તથા મહાનગરપાલિકાના શિક્ષકોને એરિયર્સ સાથે ૪૨૦૦ નો લાભ આપવામાં આવે
(૮) મહાનગરપાલિકાના જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોને નિવૃત્ત સમય ફરજ પરના જિલ્લા કે મહાનગરમાં પેન્શન મંજૂર થાય તેવો ઠરાવ કરવો
(૯) ૐ્‌છ્‌ ના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવામાં આવે
(૧૦) સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ તથા વેકેશન દરમિયાન બજાવેલ ફરજની પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/