fbpx
ગુજરાત

સાણંદમાં બહેનની સગાઇ તૂટ્યા બાદ ભાઈએ જમાઈને ગોળી મારી પતાવી દીધો

અમદાવાદ ગ્રામ્ય ન્ઝ્રમ્એ પકડેલા વ્યક્તિનું નામ અરમાન કુરેશી છે, જેણે ગઈ તારીખ ૫ મી માર્ચના રોજ બપોરના સમયે સાણંદ ય્ૈંડ્ઢઝ્રના ગેટ પાસે ફરદીન પઠાણ પર દેશી તમંચાથી એક રાઉન્ડ કપાળના ભાગે ફાયરીંગ કરી ફરાર થઇ ચુક્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત ફરદીન પઠાણને તેના પિતા દિલાવર ખાન પઠાણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક સારવાર શરૂ કરાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક થી દોઢ વર્ષ પહેલાં આરોપી અરમાન કુરેશીની બહેનની સગાઈ ઇજાગ્રસ્ત ફરદીન પઠાણ સાથે સામાજિક રીતરિવાજાે સાથે કરવામાં આવી હતી. સગાઈના થોડા સમય બાદ તોડી નાખવામાં આવી હતી. જેના પાછળનું કારણ પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઇજાગ્રસ્ત ફરદિન પઠાણ અને તેના પિતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને ફરીયાદો નોંધાયેલી હોવાનું જાણ થતાં સગાઈ તોડવામાં આવી હતી. ત્યારે સગાઈ તોડ્યા બાદ બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલ્યું આવતું હતું.

જે દરમિયાન ગઈ તારીખ ૫મી માર્ચના સાણંદ ય્ૈંડ્ઢઝ્ર પાસે બંને આમને સામને થઈ જતા ઝઘડો થતા આરોપી અરમાન કુરેશીએ ગુસ્સામાં આવી ફરદીન પઠાણ પર ફાયરીંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ફાયરિંગનો બનાવ બનતાંની સાથે અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને સાણંદમાંથી દબોચી લેવામાં આવ્યો છે. જાેકે આરોપી સાથે ગુનામાં સામેલ અન્ય આરોપી જેનું નામ આરીફ પઠાણ જે પોલીસ પકડથી દુર છે, ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યા અને અત્યારે હથિયાર ક્યાં છુપાવ્યું છે તે અંગે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/