fbpx
ગુજરાત

અમદાવાદમાં કારમાં સાયરન વગાડીને રોલો પડતા યુવાનની ધરપકડ

અમદાવાદ શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ સાયરન વગાડતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે સ્વીફટ ગાડી ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. ગઇ તારીખ ૦૯/૦૩/૨૦૨૪ માં સોશીયલ મીડીયા તેમજ એફ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વ્હોટસેપ ગૃપમાં એક વીડીયો વાયરલ થયેલ હોય જે વીડીયો જાેતા એક કાળા કલરની સ્વીફટ ગાડી નં. ય્ત્ન-૦૧-ઉન્-૪૭૨૯ નો ચાલક પોતાની કાર માં પોલીસ સાયરન સાથે ચલાવી શાહીબાગ ઘેવર સર્કલ થી અનમોલ ટાવર તરફ જાહેર રોડ પર પુર ઝડપે અને બેદરકારી પૂર્વક જતો હોવાનું જણાઇ આવેલ હોય

જે વીડીયો આધારે ફોર વ્હીલ ચાલક તેમજ ગાડી માલિકની તપાસ કરતાં ગાડી અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ જે અસારવા નો હોવા નું જણાઇ આવતા એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમ ૨૭૯,૩૩૬,તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૯૪ (એફ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . તેમજ ગાડી સાયરન સાથે કબ્જે કરી હતી છે. વાહન ચાલક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ નું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ સદર ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા ઇ્‌ર્ં ને રીપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ ની ટ્રાફીક પોલીસે લોકો ને અપીલ કરી હતી કે આમ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે. ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે. અને શહેરના તમામ નાગરીકોને નમ્ર વિનંતી છે કે આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/