fbpx
ગુજરાત

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર જશુભાઈ રાઠવાને ભાજપે ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા

છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ જશુંભાઈ રાઠવા જવાબદારી નિભાવી ચુક્યા છે. પ્રદેશના આદેશ અનુસાર જશુભાઈ રાઠવા અગાઉ ૧૧ એપ્રિલના રોજ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને એક અઠવાડિયા તેમને ફ્રાઈ ભાજપમાં સમાવી લેવામાં આવ્યા હતા.જયારે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કમળ ખીલવામાં મોટો સીહફાળો રહ્યો છે જયારે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીનું પ્રભુત્વ હતું. તે વખતે સીમાંકન બદલાતા જશુભાઈ ભીલુંભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ છોટુભાઈ રાઠવા સામે ૨૦૧૭માં ચૂંટણી લડ્યા હતા તે વખતે ૧ હજાર જેટલા મતોથી જશુભાઈ રાઠવાની હાર થઇ હતી ત્યારે બાદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને તોડવા માટે મોરચો માંડીને ભાજપને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત કરી હતી

જયારે જશુંભાઈ રાઠવાએ ૨૦૧૯માં ભાજપમાંથી લોકસભાની ટીકીટ માંગી હતી પરંતુ તે વખતે ૮ ઉમેદવારો ભાજપમાંથી ટીકીટની રેસમાં હતા ત્યારે ૭ ઉમેદવારો પૂર્વ સાંસદ રામસીંગ રાઠવા સામે મોરચો માંડતા આખો મામલો ટિકિટનો દિલ્હી સુધી પોહ્‌ચતા રામસીંગ રાઠવા સિવાયના બીજા ઉમેદવારોમાંથી પસંદગી કરવા માટે સર્વ સંમતિ સાતે ઉમેદવારો આપતા ગીતાબેન રાઠવાની ૨૦૧૯માં ટિકિટ મળી હતી ત્યારે જશુંભાઈ રાઠવાની લોકસભાની ટિકિટ કપાઈ હતી. ત્યારબાદ ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીમાં પણ જશુભાઈ રાઠવા માંગતા કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાતા મોહનસીંગ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપએ ૨૦૨૨માં વિધાનસભાની ટિકિટ આપી હતી

ત્યારે જશુંભાઈ રાઠવા ભારે નારાજ થયા હતા ત્યારે ભાજપ મોહડી મંડળ તેઓને સમજવવા માટે મેદાને પડતા વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર શરૂ થતાની સાથે સમજાવી લેવાયા હતા જેને લઇ કદાવર નેતા જશુંભાઈ રાઠવાએ ૨૦૨૨ની મેહનત કરીને જીતાડવામાં ફાળો હતો અને ત્યાર બાદ કોઈ કારણોસર વિવાદ થતા જશુંભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદા ઉપરથી રાજીનામુ પણ ધરી દીધું હતું ફરી થી પ્રદેશ કક્ષાના નેતાઓએ છોટાઉદેપુર ખાતે આવીને સમજાવીને મામલો થાળે પાડી દીધો હતો. જયારે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી આવતા ભાજપમાંથી ૨૬ ઉમેદવારોએ ટિકિટ માંગી હતી જેને લઇ ભાજપ મોવડી મંડળ પણ ગુંચવણમાં મુકાઈ ગયું હતું. ત્યારે બાદ વડાપ્રધાનના માનીતા નેતા જશુંભાઈ રાઠવાનું નામ જાહેર થતા છોટાઉદેપુર જિલ્લામાં ખુશી છવાઈ હતી.

જયારે છોટાઉદેપુર લોકસભાના હાલના ચાલુ સંયોજક પણ હતા. હાલ તો નામ જાહેર થતાંની સાથે જ ભાજપના ક્રાર્યકરો અને હોદેદારો કામે લાગી ગયા છે અને ૫ લાખથી વધુની લીડનો દાવો કરી રહ્યા છે. તેઓ લોકસભા વિસ્તાર માં દરેક સરકારી કાર્યક્રમોમા જ જતા હતા પરંતુ તેઓ પ્રજા ના ફોન ઉપાડતા ના હતા જ્યારે સાંસદ કાર્યાલય નો વહીવટ તેઓ ના પતિ ચલાવતા હતા આદિવાસી સમાજ ના લોકો અનેક સમસ્યા ઓને લઈને તેઓ ના નિવાસ સ્થાને જતા ત્યારે ગીતાબેન રાઠવા સાંસદ ના મળે ત્યારે યોગ્ય જવાબ આપતા ના હતા

આદિવાસી વિસ્તાર માં વિકાસ ના કામો જેવાકે જીઆઇડીસી ની સ્થાપના તેમજ નસવાડી સંખેડા ટ્રેન સેવાઓ ૫ વર્ષમા શરૂ કરવી ના શક્યા જ્યારે વિધાનસભા ના ધારાસભ્યો સાથે મન મેળાપ ઓછો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ૫ વર્ષ મા સાંસદ નું કાર્યલય પણ ખોલ્યું ના હતું ત્યારે વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને વિકાસ ના કામો મૂકવા જાેઈએ તે કામો કાર્યકરો ને પૂછ્યા વગર જ મૂકી દેવતા હતા જેનાથી તેઓની છબી ખરડાઈ હતી અને તેઓની આઇબી રિપોર્ટ દિલ્હી સુધી યોગ્ય ગયો ના હતો જેનાથી તેઓની ટીકીટ મહિલા સાંસદ હોવા છતાંય કાપી નાખવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/