fbpx
ગુજરાત

અમદાવાદમાં ૬૦૦ કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઇસરખેજ પોલિસે ફરિયાદના આક્ષેપને લઇને તટસ્થ તપાસ શરૂ કરી

અમદાવાદના સરખેજમાં ૬૦૦ કરોડની જમીનના કબ્જાને લઈને મારા મારી અને ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલિસે ફરિયાદના આક્ષેપને લઇને તટસ્થ તપાસ શરૂ કરી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજથી શાંતિપુરા જવાના રસ્તે આવેલ ૬૦૦ કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી. જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૩ મી ના રોજ જમીનના કબજેદાર હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા સાથે આ ફરિયાદના ફરિયાદી ભરત અલગોતેરે જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરવામાં આવી ત્યારે ૫૦થી ૧૦૦ માણસોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ દરમિયાન ધડાધડ ફાયરિંગ પણ કર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

ત્યારે આ ૬૦૦ કરોડ ની જમીન ના મામલે જ ગઈ તારીખ ૨૩મીના રોજ પણ એક ફરિયાદ નોંધાઈ હતી. હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પણ મારા મારી અને હત્યાના પ્રયાસની ફરિયાદ સામેવાળા એટલે કે ભરત અલગોતરના ૫ લોકો પર ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ચેતન પુવાર, પ્રભુ મકવાણા, રણિજત મકવાણા, હિતેન્દ્ર બારડ અને ધુર્વ જાદવને આરોપી તરીકે દર્શવવામાં આવ્યા છે. ગત ૨૩મી તારીખના રોજ આ બંને પક્ષો જમીન પર જમીનના કબજાને લઇને વાતચીત કરવા માટે ભેગા થયા હતા. આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરખેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ૬૦૦ કરોડની જમીનના મૂળ મલિક શીલાબહેન રાજેન્દ્રભાઇ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્ર ભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઇ છે. જેમને આ કાયદાકીય વેચાણ બાનાખત કરી કબજેદાર હિતેન્દ્રસિંહ વાઘેલા એન દિપક હિરપરાને આપી ચુક્યા છે. શીલાબહેન રાજેન્દ્રભાઇ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્ર ભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઇ એ આ આ જમીનનો અમુક ભાગ વર્ષો પહેલા ભાડા પર તેમના જ પરિચિત હરિશંકર પ્રજાપતિને આપી હતી. જેને પણ આ જમીનો વેચાણ બાનાખત ભરત અલગોતરને પણ કરી આપ્યો હતો. જે બંનેના અલગ અલગ સિવિલ કોર્ટમાં દાવા પણ ચાલી રહયા છે. જેને લઇને વર્ષોથી આ ૬૦૦ કરોડની જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તપાસમાં શું સામે આવે છે એ જાેવું રહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/