fbpx
ગુજરાત

હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયોસિંગતેલ અને કપાસિયા તેલમાં ૧૧૦થી ૧૪૦નો વધારો

હોળી પહેલા ગુજરાતના નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે. હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં ૧૧૦ થી ૧૪૦ રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. આ સાથે જ રાજકોટમાં આજે ખૂલતા બજારે સીંગતેલ ડબ્બો ૨૭૪૦ થી વધીને ૨૮૪૦ સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૧૬૪૦ થી વધીને ૧૭૪૦ ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાંખ્યો હોવાનું અનુમાન છે. ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે.

જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે ૨૦૨૪ માં ફરી આ વધારો ચાલુ થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો સીંગતેલના ભાવમાં સીધો ૫૦ રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ગુજરાતમાં હંમેશા તહેવારો પહેલા જ તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. જેથી લોકોનો તહેવાર બગડે છે. આ વખતે પણ હોળી પહેલા સીંગતેલ ડબ્બો ૨૭૪૦ થી વધીને ૨૮૪૦ સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૧૬૪૦ થી વધીને ૧૭૪૦ ને પાર પહોંચી ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/