fbpx
ગુજરાત

સાંબરકાંઠા લોકસભા બેઠકને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક મળી

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે આ વખતે અમુક બેઠકો પર ઉમેદવારને લઈ ભાજપમાં જ આંતરિક જૂથવાદ જાેવા મળી રહ્યો છે. આવી જ એક સાંબરકાંઠા બેઠક છે, જ્યાં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપતાં સ્થાનિક ભાજપમાં વિરોધનો વંટોળ ઊઠ્‌યો છે. આ બેઠક પરનું કોકડું ઉકેલવા માટે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજાઈ હતી. સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થયેલી બેઠક બપોર પછી ૩.૩૦ વાગ્યે પૂર્ણ થઈ હતી, આથી પાંચ કલાક ચાલેલી બેઠકમાં સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારોને બોલાવીને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા.

બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગૃહમંત્રી હાજર રહ્યા હતા. સાબરકાંઠાના સૌ હોદ્દેદારોને એક પછી એક બોલાવીને લોકસભાની સ્થિતિ અંગે સાંભળ્યા હતા. જેમાં સાબરકાંઠા લોકસભા ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ડેમેજ કન્ટ્રોલ સાથે સાથે પડદા પાછળ વિરોધ કરનારાની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ જાણકારી મેળવવામાં આવી હતી. બધા જ હોદ્દેદારોને મીડિયામાં જાહેર રીતે કંઈ ન બોલવા સૂચના અપાઈ હતી. આગામી સમયમાં પક્ષ પોતાનો ર્નિણય જાહેર કરશે. ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા, બાબુ જેબલિયા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી વિજય પંડ્યા. ધારાસભ્ય વી. ડી. ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, મહામંત્રી રજની પટેલ, સીઆર પાટીલ, ભીખાજી કૌશલ્યા કુવરબા સહિતના હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/