fbpx
ગુજરાત

મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી છે માફ કરવું જોઈએ : રાજવી પરિવાર

ગુજરાત ભાજપાના નેતાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર નું નિવેદન સામે આવ્યું છે. જ્યાં નેતાઓ એ વિકાસની વાતો કરવી જોઈએ ત્યાં આવી કોઈપણ જાતિ પર અભદ્ર થયેલી ટિપ્પણીને લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જયારે પરષોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફી ને પણ ક્ષત્રિય સમાજે ધ્યાન ઉપર લેવા અનુરોધ કર્યો હતો. જોગ સંજોગે થયેલી ટિપ્પણી બાબતે સુખદ અંત આવે તેવી વાત દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા વાત કરાઇ રહી છે.  રાજવી પરિવારનું કહેવું છે કે, રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી, તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ.  જોકે ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ કરી છે તેને અયોગ્ય એટલા માટે ગણાવી રહ્યા છે. નેતા બીજી જગ્યાએ ઉભા રહીને પણ ચૂંટણી લડી લેશે તે માત્ર એનો ઉપાય નથી પણ સાથે બેસીને નિરાકરણ લાવાની વાત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/