fbpx
ગુજરાત

પરસોત્તમ રૂપાલાના વિવાદનો રિપોર્ટ દિલ્હી સુધી પહોચ્યોભાજપના નેતાઓ જ પડદા પાછળ ખેલ રમી રહ્યાં હોવાની ચર્ચા

ભાજપમાં પહેલીવાર એવું જાેવા મળ્યું કે, આંતરિક વિવાદ, વિરોધ બાદ તેને શાંત કરાવવામાં કોઈને રસ નથી. ભાજપમા ક્યાંય ડેમેજ થાય તો તરત કમલમથી આદેશ છૂટે, હાઈકમાન્ડ એક્ટિવ થઈ જાય. પરંતું છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રૂપાલાની આગમાં કોઈ પાણી રેડવા તૈયાર નથી, ઉલટાનુ તેમાં ઘી રેડીને આગને મોટી કરવામાં આવી રહી છે. ચૂંટણીનો સમય છે અને આ વિવાદને થાળે પાડવામાં ભાજપને રસ ન હોય તેવુ તો કેમ બને. ત્યારે હવે એક એવી વાત સામે આવી છે, જેને ભાજપના નેતાઓના કામ સરવા કરી દીધા છે. રૂપાલાને સાઈડલાઈન કરવા માટે આખો ખેલ રચાયો હોવાનું પક્ષના ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું છે.

પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. કારણે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલો વિવાદ શાંત નથી થઈ રહ્યો. ત્યારે એક નવા રિપોર્ટે ભાજપની ઊંઘ ઉડાડી છે. પક્ષના ગુપ્ત અહેવાલમાં સામે આવ્યું કે, વિવાદ ઉભો થયો નથી, પણ ઉભો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા નેતાઓ જ આખા પિક્ચરમાં વિલન બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાટીલ કમલમમાં વેલકમ પાર્ટી અને ભરતી મેળાના નામે જાતજાતના કાર્યક્રમ કરી રહ્યાં છે. આવામાં ભાજપના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે. પક્ષ માટે પરસેવો પાડનારા નેતાઓને કોરાણે મૂકીને ભાજપ પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરી રહ્યું છે.

આ કારણે પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓને શિરપાવ મળતા તેમને મોટાભા બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રિપોર્ટ કહે છે કે, સાઈડલાઈન કરાયેલા નેતાઓ જ ભાજપને નડી રહ્યાં છે. આ જ નેતાઓ રૂપાલાની આગમાં ઘી હોમી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે, ભાજપને ચૂંટણીમાં નુકસાન થાય. બીજી તરફ, વિવાદ વકરતા ખુદ દિલ્હી હાઈકમાન્ડને તેમાં રસ પડ્યો છે. આ અસંતુષ્ટ નેતાઓ પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે, ચૂંટણી બાદ વિરોધીઓનો હિસાબ કરવામા આવશે. હાલ ચૂંટણી માથા પર હોવાથી વિવાદ વધુ વકરે નહિ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવુ છે કે, હાલ આખા વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુદ હાઈકમાન્ડે તખ્તો તૈયાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિરોધના સૂર ઉઠ્‌યાં છે. ત્યારે હવે સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર અડગ છે. રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયુ હતું. જેમા જિલ્લાભરના આગેવાનોએ હાજરી આપી હતી. રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/