fbpx
ગુજરાત

જામનગર રેલવે સ્ટેશન પાસે એક ભેંસને કારણે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો

વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપ્યા બાદ વંદેભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યાં છે. ત્યારે વંદેભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. આવામાં ગુજરાતમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેનની મોટી દુર્ઘટના સહેજથી ટળી હતી. જામનગર રેલ્વે સ્ટેશન નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનને ભેંસ ટકરાઈ હતી. જાેકે, મોટી જાનહાનિ ન થતા ટ્રેન થોડો સમય રોકાયા બાદ ફરી ચાલુ કરાઈ હતી. ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે.

આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરને કારણે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જામનગરથી ઓખા જતી વેળાએ વંદે ભારત ટ્રેનને રખડતા ઢોરને કારણે અકસ્માત થયો હતો. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ભેંસ ટકરાતા અકસ્માત થયો હતો. જામનગર શહેરના ધરાનગર વિસ્તાર પાસે ગત રાતે આ ઘટના બની હતી. ભેંસ ટકરાતા ટ્રેનના એન્જિનના ભાગમાં અકસ્માતના પગલે નુકસાન થયું હતું. જાેકે, થોડા સમય રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે નવ જેટલી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. આ ૯ માંથી ગુજરાતની પણ એક વંદે ભારત ટ્રેનની શરૂઆતની શરૂઆત કરાવાઈ હતી. ગુજરાતની આ ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી કરાઈ હતી. ત્યાર બાદથી નિયમિત જામનગર-અમદાવાદ વચ્ચેની વંદે ભારત ટ્રેન રેગ્યુલર દોડી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/