fbpx
ગુજરાત

પાટણ ૪૨ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજનપ્રિ-વેડિંગ શૂટ કરાવનાર યુગલોની સમૂહ લગ્નમાં નોંધણી નહિ કરવાનો ર્નિણય લેવાયો

પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પાટીદાર સમાજ દ્વારા વિવિધ ર્નિણયો લેવાઈ રહ્યાં છે. પાટીદાર સમાજ હવે ક્રાંતિના રાહે છે. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજાે દૂર કરીને સમાજની વર્ષો જૂની સમસ્યાઓથી નિજાત મેળવી શકાય. ત્યારે હાલ સમાજમાં અનેક નવા બદલાવ કરવામા આવ્યા છે. આ માટે કુરિવાજાેને બદલવા માટે હવે પાટીદાર સમાજે કમર કસી છે. પાટીદાર સમાજમાં મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ માટે પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજ સુધારા માટે મોટી ચળવળ શરૂ કરી છે. પાટણમાં ૪૨ ગામ લેઉવા પાટીદાર સમાજ કાર્યાલયનો શુભારંભ કરાયો છે.

સમાજ દ્વારા યુવા મંડળ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આગામી ૧૭મી નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે. પરંતું સમૂહ લગ્નની નોંધણી માટે એક ખાસ નિયમ રાખવામાં આવ્યો છે. પાટણ ૪૨ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર યુવા મંડળ દ્વારા આગામી ૧૭ નવેમ્બરે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે. જાેકે, સમાજ દ્વારા ર્નિણય લેવાયો કે, લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવનાર યુગલોની સમૂહ લગ્નમાં નોંધણી નહિ કરવાનો ર્નિણય લેવાયો છે. સાથે જ આ સમૂહ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ કરવાનો ર્નિણય લેવાયો છે. પ્રી-વેડિંગ નહિ કરાવવાનો ર્નિણય લઈને સમાજે લગ્નમાં થતા ખોટા ખર્ચા દૂર કરવાની પહેલ કરી છે.

આમ, પાટણની બેતાલીસ લેઉવા પાટીદાર સમાજે કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. સેવા,સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે પાટણ ૪૨ લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રીબીન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણમાં પાટણ ૪૨ લેઉવા પાટીદાર યુવા મંડળના નવીન કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે આ મંડળ દ્વારા યોજાનાર પ્રથમ સમૂહ લગ્નનું સમાજના વડીલો દાતાઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્ત જાેવામાં આવ્યું હતું. જેમાં ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપવા માટે પ્રિ-વેડિંગ કરાવનાર યુગલોને આ સમૂહ લગ્નમાં સ્થાન ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો તેવું મંડળના યુવા અગ્રણી હાર્દિક પટેલ (અડિયા) એ જણાવ્યું. આમ, પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજે સામુહિક સંકલ્પ લીધો છે. જેમાં ફિલ્મો અને સીરિયલનું આંધળું અનુકરણ ટાળવા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. હવે પાટીદાર સમાજમાં પ્રી-વેડીંગના નામે બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/