fbpx
ગુજરાત

PSI-લોકરક્ષકની ભરતી માટે ઑફલાઈન પરીક્ષા લેવાશે૪ એપ્રિલથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે યુવાનો ભારે મથામણ કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડના ચેરમેને એક મહત્ત્વની જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી લાખો યુવાનોની આતુરતાને એક મોટી રાહત મળી છે. ઁજીૈં-લોકરક્ષકની ભરતી માટે ઑફલાઈન પરીક્ષા લેવાશે. ૪ એપ્રિલથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ઁજીૈં) અને લોક રક્ષકની ભરતી માટેની પરીક્ષા ઑફલાઈન લેવામાં આવશે. આ માટે ૪ એપ્રિલથી ઉમેદવારો ઑનલાઈન અરજી કરી શકશે. પીએસઆઇ ભરતીમાં એક પ્રશ્નપત્ર નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકે.? તે ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર ૨૦૨૫ માં પૂર્ણ થઈ શકે તેવું જણાય છે.

આ અંગે ૈંઁજી હસમુખ પટેલે ટ્‌વીટ કરીને જાણકારી આપી છે. જેમાં જણાવ્યું છે કે, ઁજીૈં તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જે પૈકી લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. જ્યારે ઁજીૈં ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. લોકરક્ષક ભરતી મે-૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. જ્યારે પીએસઆઈ ભરતીમાં એક પ્રશ્ન પત્ર નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકે છે. આથી આ ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી પૂર્ણ થઈ શકે છે. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ૪૭૨ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ઁજીૈં) સહિત વર્ગ-૩ના ૧૨,૪૭૨ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી નિયમો તેમજ પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જાેગવાઈ મુજબ, લાયકાત ધરાવતા ઉમેદવારો ૪ એપ્રિલ, ૨૦૨૪ બપોરે ૩ વાગ્યાથી ૩૦ એપ્રિલ, ૨૦૨૪ રાતે ૧૧ઃ૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટેની તમામ સૂચના અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો રંંॅજઃ//ર્દ્ઘટ્ઠજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જ્યાં તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચ્યા બાદ ઈચ્છુક ઉમેદવારોએ ઑનલાઈન અરજી કરવાની રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/