fbpx
ગુજરાત

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વલસાડથી લાવવામાં આવેલો ૨૩૦ કિલો પનીરનો જથ્થો ખાવા લાયક નહોતો

સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વલસાડથી લાવવામાં આવેલો ૨૩૦ કિલો પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પનીર અખાદ્ય લાગતા તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને હવે જ્યારે રિપોર્ટ આવ્યો છે. પનીરમાં મિલ્ક ફેટની જગ્યા પર પામફેટનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે અને બાયડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેથી હાલ પનીર જેના દ્વારા લાવવામાં આવ્યું હતું તેની સામે ફૂડ વિભાગ દ્વારા એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. સુરત શહેરમાં લોકોના આરોગ્યને લઈને સુરત મહાનગરપાલિકા સતત ચિંતિત રહે છે.

ત્યારે સમયાંતરે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈને તેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવે છે અને જાે ભેળસેળ જણાય તો જે તે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે થોડા દિવસો પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી વલસાડથી લાવવામાં આવેલો ૨૩૦ કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. પનીર ભેળસેળયુક્ત હોવાનું લાગતા સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને પનીરના સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે હાલ પનીરના રિપોર્ટ આવતા પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાયું છે. એટલે કે જે પનીર વલસાડથી સુરતમાં અલગ અલગ હોટલોમાં આપવાનું હતું તે અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાયડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાે કે હાલ આ પનીર જેના દ્વારા લાવવામાં આવ્યું હતું તેની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/