fbpx
ગુજરાત

એપ્રિલ મહિનામાં સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ

ગુજરાતમાં પલટાયેલા વાતાવરણને કારણે હાલ અમદાવાદ રાજ્યમાં ગરમીનો પારો યથાવત એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે.જાેકે, ગુજરાતમાં પલટાયેલા વાતાવરણને કારણે હાલ અમદાવાદ રાજ્યમાં ગરમીનો પારો યથાવત છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ ૩૮.૭ ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. તો રાજકોટ સહીત અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કંડલા, મહુવામાં પણ તાપમાન ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલના પ્રથમ અઠવાડિયે તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા ચે. આગામી સમયે તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક અને તાપમાન યથાવત રહેશે. તાપમાનમાં વધારાની શક્યતાઓ નહિવત છે. કેટલાક વિસ્તારમાં એકથી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે. જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ થશે. અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધારાની શક્યતા નહિવત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે.

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. ૨૦ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ ૪૩ ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે. ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હીટ સ્ટ્રોક જીવલેણ સાબિત ન થાય તે માટે સરકાર સક્રિય બી છે. આરોગ્ય મંત્રીએ હવામાન, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં લોકોને ગરમીમાં ખાસ સાવધાન રાખવાની સલાહ અપાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/