fbpx
ગુજરાત

બોરસદની કોર્ટમાં જજ ઉપર હુમલો કરી અજાણ્યા બે શખ્સો ફરાર

માથામાં મુક્કા મારી શર્ટનાં બટન તોડી નાંખ્યા, જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી આણંદ જિલ્લાનાં બોરસદની સિવિલ કોર્ટમાં આજે બપોરનાં સુમારે બે અજાણ્યા શખ્સોએ જજ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટની ચેમ્બર્સમાં પ્રવેશ કરી ચીફ જયુડીસીયલ મેજિસ્ટ્રેટ પર હુમલો કર્યો હતો. એટલુ જ નહિ, જજને અપશબ્દો બોલી, માથામાં મુક્કા મારી તેમના શર્ટનાં બટન તોડી નાંખ્યા હતા. તેમજ તેમની જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બાદ બંને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

બોરસદના સીંગલાવ રોડ ઉપર આવેલ કોર્ટમાં આ બનાવ બન્યો હતો. બોરસદ શહેરમાં આવેલી સિવિલ અને જયુડીસીયલ કોર્ટમાં એડીશનલ ચીફ જયુડિશયલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા એમ.ડી નંદાણી શુક્રવારે બપોરનાં સુમારે રીસેસ સમય દરમિયાન પોતાની ચેમ્બર્સમાં હતા. તેમનો પટાવાળો ચા લેવા માટે ગયો હતો. તે સમય દરમિયાન બે અજાણ્યા શખ્સોએ એમ ડી.નંદાણીની ચેમ્બર્સમાં ઘૂસ્યા હતા. બંને યુવકોએ તેઓને અપશબ્દો બોલી માથામાં મુક્કાઓ મારી હુમલો કર્યો હતો. બાદમં તેઓનાં શર્ટનાં બટન તોડી નાંખી ટીપોઈ ઉઠાવીને તેમના તરફ ફેંકી હતી. તેઓએ જજને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના બાદ બંને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ બનાવને લઈને કોર્ટમાં વકીલોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા બોરસદ ટાઉન પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરી હતી. આ બાબતે બોરસદ ટાઉન પોલીસે કોર્ટનાં રજિસ્ટ્રાર એલ.એ પંચોલીની ફરિયાદનાં આધારે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જજ પર હુમલાની ગંભીરતાને લઈને પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ પણ ધટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજનાં આધારે બંને હુમલાખોરોની ઓળખ કરી તેઓને ઝડપી પાડવા માટે એસઓજી, એલસીબી અને સ્થાનિક ડી.સ્ટાફની જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી છે, અને આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/