fbpx
ગુજરાત

ન્યૂયોર્કમાં ગુજરાતી યુવક સાથે ક્રુરતા ગુજરાતી સ્ટોર માલિકે ગુજરાતી કામદારને માર મારવાનો વીડિયો વાયરલ

ગુજરાતીઓ ગમે તે ભોગે અમેરિકા જવા માંગતા હોય છે. એકવાર અમેરિકા પહોંચી જઈએ એટલે લાઈફ સેટ થઈ જશે. એવુ જાે તમે માનતા હોવ તો તમે સાવ ખાટો છે. વિદેશ જવાની ઘેલછા તમને ભારે પડી શકે છે. તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. સાત સમુદ્ર પાર અમેરિકાની ધરતી પર એક ગુજરાતી યુવક સાથે ક્રુરતા આચરાાઈ છે. એક ગુજરાતીએ જ બીજા ગુજરાતી સાથે ખરાબ વ્યવહાર કર્યો. ગુજરાતી સ્ટોર માલિકે ગુજરાતી કામદારને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. એક-બે વાર નહિ, આ ગુજરાતી સ્ટોર માલિક ગુજરાતી કામદારને કેટલાક વાર સ્ટોરમાં પીટી રહ્યો છે. ૨ ડોલર કમાવવા ગયેલો વ્યક્તિ માલિકની ક્રુરતા સામે લાચાર છે, અને માર ખાઈ પણ રહ્યો છે. વિદેશમાં સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

ન્યૂયોર્કમાં કરિયાણીની દુકાનમાં દુકાનના માલિકે ત્યાં કામ કરતા તેના સંબંધીને ક્રૂરતાથી માર મારી રહ્યા હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં દુકાન માલિક દુકાન પર કામ કરતા તેના સંબંધીને વારંવાર અપમાનિત અને મારપીટ કરી રહ્યો છે. દુકાનનો માલિક ગાંધીનગરના ભાવપુરા ગામનો વતની અને કામદાર સંબંધી મહેસાણાના જેતલપુરનો વતની હોવાનું ચર્ચાય છે. આ કામદાર સારા જીવન માટે ગેરકાયદેસર અમેરિકા ગયો હતો, તેથી તે અહી કામ કરવા માટે મજબૂર છે. માહિતી એવી પણ છે કે, આ કામદાર વ્યક્તિ તેના સંબંધીના સ્ટોરમાં જ કામ કરે છે. એટલે બંને પરિચિત જ છે. સ્ટોરના ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ફૂટેજના ત્રણ અલગ અલગ ફૂટેજ છે. એક ફૂટેજમાં ગુજરાતી સ્ટોર માલિક તેના કામદારને મારતો અને દુર્વ્યવહાર કરતો બતાવે છે.

બીજા ફૂટેજમાં, દુકાનની માલિકની પત્ની તે કામદાર વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરતી જાેવા મળે છે અને ત્રીજા ફૂટેજમાં, દુકાનનો માલિક ત્યાં કામ કરતા કામદારને લાત મારતો જાેવા મળે છે. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે એવા છે. દુકાનના માલિકે ત્યાં કામ કરતાં તેના સંબંધીને કોઈ મહેનતાણું ન ચૂકવવાનો અને તેની સાથે ક્રૂરતા આચરવાનો પણ આરોપ થઈ રહ્યો છે. દુકાનના માલિકે મહેસાણાથી સંબંધીને તેમની સાથે જાેડાવા માટે બોલાવ્યા અને તે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા લાવ્યા હોવાની માહિતી મળી છે. ભાવપુરનો સ્ટોર માલિક પગાર પણ નથી આપતો. આ ગુજરાત માલિક ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યો છે, અપશબ્દો બોલીને કામદારને માર મારી રહ્યો છે. તેને કામ નથી આવડતું કહીને વારંવાર માર મારી રહ્યો છે. બેફામ ગાળો અને ગડદા-પાટુનો માર મારી રહ્યો છે.

ત્યારે સવાલ એ છે કે, ભારતથી હજારો કિલોમીટર દૂર લાચાર કામદારનું કોણ છે સગું? એક ગુજરાતીએ જ ગુજરાતી સાથે આવું કરી શકે? ક્રુરતાની હદો વટાવનારા સ્ટોર માલિકને કોણ શીખામણ આપે? ગેરકાયદે અમેરિકા જવાની ઘેલછા આવી રીતે ભારે પડી શકે છે. ઝ્રઝ્ર્‌ફ ફુટેજ સામે આવ્યા બાદ સ્ટોર માલિક સામે ફિટકાર વરસાવી રહ્યાં છે. ભાવપુરના લોકો જ સ્ટોર માલિક સામે ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતલપુરનો લાચાર ગુજરાતી વ્યક્તિ કંઈ કરી શકે તેમ નથી. અમેરિકાના ન્યૂયોર્કના આ દ્રશ્યો ગુજરાતીઓમાં રોષ વ્યાપી ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/