fbpx
ગુજરાત

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી૧૨ થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે ભર ઉનાળે ગરમીની આગાહી કરી છે. જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. ૧૨ થી ૧૫ એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળો છવાશે અને જાેરદાર વરસાદ આવશે. ૪ જિલ્લામાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. ૧૧ મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. ૨૦ મે બાદ ગરમી જાેર પકડશે. ૨૪ મે થી ૫ જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૧૨ થી ૧૫ એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ૧૨ થી ૧૫ એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જાેર રહેશે. આગામી તારીખ ૧૨ અને ૧૩ તારીખ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી કરાઈ હોવાનું જણાવાયું છે.

હવામાન વિભાગ દ્વારા ૧૨ એપ્રિલ નવસારી,વલસાડ,સુરત, દીવ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ૧૩ એપ્રિલે બનાસકાંઠા,સાબરકાંઠા,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ બે દિવસ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/