fbpx
ગુજરાત

સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં દોડધામ

સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં દોડધામ મચી ગઈ છે. સુરતના વીઆર મોલના નામે અજાણ્યા શખ્સોએ ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો છે. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે કે, વીઆર મોલમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ. જેટલા લોકોને બચાવવા હોય તેટલા લોકોને બચાવી લો. આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મળતાં જ સુરત પોલીસે હાઈએલર્ટ જાહેર કરીને સમગ્ર મોલને ખાલી કરાવ્યો છે.

ઉમરા પોલીસની ગાડીઓ મોલમાં દોડી આવી છે. સુરતના એડિશનલ પોલીસ કમિશનર કે. એન. ડામોરે ઝી ૨૪ કલાકને માહિતી આપતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં ૫૨ સ્થળે બોમ્બ ગોઠવ્યા હોવાનો પોલીસને ઈમેલ મળ્યો છે. એટલે કે માત્ર સુરત નહીં, દેશભરનાં ૫૨ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઘટનાની જાણ થતા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી. ડોગ સ્ક્વોર્ડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધમકી બાદ આખા મોલને ખાલી કરી દેવામાં આવ્યો હતો. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/