fbpx
ગુજરાત

૧૩૦૦ જેટલી બસ અને ૪૬૦૦ ફોરવહીલરમાં ક્ષત્રિય સમાજનાં લોકો રાજકોટ પહોંચશે

કોંગ્રેસને બગાસુ ખાતાં પતાસું મળી જશે, રતનપુરનો રેલો ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચશે
ગુજરાતમાં એક સમયે સૌથી મોટું સંમેલન પાટીદારોએ અમદાવાદમાં બોલાવ્યું હતું. જેમાં ૫ લાખ પાટીદારો ઉમટ્યા હતા. આવી જ એક અસ્મિતાની લડાઈ હાલમાં રાજપૂત સમાજ લડી રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્સન જાેવા મળશે. ભાજપે રૂપાલાને બદલવાનો નનૈયો ભણતાં આ વિવાદ હવે દરેક ક્ષત્રિય સમાજ સુધી પહોંચ્યો છે. હવે એકમાત્ર ગરાશિયા નહીં હવે ક્ષત્રિયોના દરેક સમાજ એક થયા છે.

રાજકોટના રતનપુરનો રેલો ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચશે. હાલમાં જ ભાજપ સામે ગામડાઓમાં રીતસરનો વિરોધ થઈ રહ્યો છે. જાે આ વિવાદ ન અટક્યો તો ભાજપને આ ભારે પડશે અને કોંગ્રેસને બગાસુ ખાતાં પતાસું મળી જશે. દિલ્હી હાઈકમાન્ડની આ મહાસંમેલન પર સીધી નજર છે. ક્ષત્રિય સમાજે પણ આ અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી છે. આવતીકાલનું શક્તિ પ્રદર્શન ગુજરાત લોકસભાની લડાઈમાં નવો વળાંક લાવશે. ગુજરાતમાં ભાજપ આ વિવાદને રોકવામાં નિષ્ફળ ગયું છે.

જેની સીધી અસર ચૂંટણી પર પડવાની છે.આ લડાઈ હવે વટની લડાઈ બની છે. ભાજપ કોઈ પણ સંજાેગોમાં ઝૂકવાના મૂડમાં નથી પણ ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. આવતીકાલનું ક્ષત્રિય સંમેલન સફળ રહ્યું તો આ વિવાદ રાજસ્થાન, એમપી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચશે. પશ્વિમી ઉત્તર પ્રદેશમાં રાજપૂત સમાજની નારાજગીને પગલે યોગી એલર્ટ બન્યા છે. રૂપાલા-ક્ષત્રિયોના વિવાદનો ક્યારે અંત આવશે એ સામે સીધો સવાલ છે? હવે તો સાધુ સંતો પણ વિવાદ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા ૩-૩ વખત માફી માંગી ચૂક્યા છે. વારંવાર માફી છતાં ક્ષત્રિયો ટસથી મસ થવા તૈયાર નથી. ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે.

આ માટે આવતીકાલે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે. રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન યોજાઈ રહ્યો છે. ત્યારે આ આંદોલન પાટીદાર આંદોલનની યાદ અપાશે. રાજ્યભરમાંથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચશે. ૧૩૦૦ જેટલી બસ અને ૪૬૦૦ ફોરવહીલરમાં ક્ષત્રિય સમાજ લોકો રાજકોટ પહોંચશે. રાજકોટના રતનપુરમાં હાલ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રવિવારે સાંજે ૫.૦૦ કલાકે રતનપર ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. પરસોતમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન બની રહેશે.

જે માટે ૧૩૦૦ જેટલી બસ અને ૪૬૦૦ ફોરવ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે. આ માટે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી હતી. ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ડ્ઢઝ્રમ્, ર્જીંય્, ન્ઝ્રમ્, સ્થાનિક પોલીસ સહિતના ૨૫૦ થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી મળી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/