fbpx
ગુજરાત

રૂપાલાના વિરોધ મુદ્દે કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટાપહેલા સમર્થન બાદ હવે બીજા જૂથે વિરોધ દર્શાવ્યો

પરસોત્તમ રૂપાલાના વિવાદમાં હવે ક્ષત્રિય સમાજમાં મતભેદો જાેવા મળી રહ્યાં છે. આ વિવાદમા હવે સમાજમાં બે ફાંટા પડ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યાં. શુક્રવારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરષોત્તમ રૂપાલાને માફી આપી છે. જાેકે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી રહ્યા છે. રૂપાલાને માફી મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં આંતરિક મતભેદ જાેવા મળ્યા. એક તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન અપાયુ હતું.

જેથી આ સમર્થનના વિરુદ્ધમાં કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી હતી. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજના જ રાજવીઓ એકઠા થયા હતા. કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવી હતી. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજન જ રાજવીઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં જેમાં કાઠિયાવાડના અડતાળા સ્ટેટ, માયાપાદર સ્ટેટ, સૂર્યપ્રતાપ ગઢ, સનાળા સ્ટેટ, ચોટીલા સ્ટેટના રાજવીઓ પહોંચ્યા.

હરભમજી રાજ ગરાસીયા બોર્ડિંગ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં સાવરકુંડલા સ્ટેટના પ્રતાપભાઈ ખુમાણ, અડતાળા સ્ટેટના જીતેન્દ્ર વાળા, સનાળા સ્ટેટના વીરેન્દ્ર વાળા, સુર્યપ્રતાપ ગઢ સ્ટેટ પ્રકાશ વાળા સહિતના જુદા જુદા ૧૦ સ્ટેટના કાઠી દરબારોની હાજરી જાેવા મળી. આ મુદ્દે પ્રતાપ ખુમાણે કહ્યું કે, અમુક લોકો ભાજપને સમર્થન કરે તેને કારણે આખો સમાજ ન માની લેવું. પરસોતમ રૂપાલાએ જે બોલ્યું છે તેને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. આજે ક્ષત્રિય સમાજની બહેનોને પણ દુઃખ લાગ્યું છે. હજુ સુધી ભાજપનો કોઈએ વિરોધ કર્યો નથી. માત્ર ઉમેદવાર પરસોતમ રૂપાલાનો જ વિરોધ છે. લાગણી છે લોકોની અમારે અહી જાહેરમાં બોલવાનું નથી. ગઈકાલે જે આગેવાનો હતા તે અમારા આગેવાન છે અને તેને લઈને અમારો વિરોધ નથી. જે કહેવામાં આવ્યું છે તે અર્ધ સત્ય છે પૂર્ણ સત્ય નથી.

કોઈ અંગત કારણ કે દબાણ હશે, આ પાછળ આ મોટી તાકાત હોઈ છે. તેમણે કહ્યું કે, મુદ્દો એ છે કે મિટિંગ ભાજપના કાર્યાલય ખાતે બોલાવવામાં આવેલી છે. આ મિટિંગ ગરાસિયા રાજપૂત છાત્રાલય ખાતે બોલાવી છે. અમારી સાથે નાના મોટા રજવાડા સાથે છે. મુદ્દો વ્યક્તિગત છે, પક્ષ સાથે નથી. મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી, પણ ક્યાં સુધી લડવાનું. જાેઈ કોઈ સાંભળશે નહી તો શું અમારે કરવાનું..? અમારી સાથે કોઈ મિટિંગ થઈ નહોતી, કોઈને બેઠક બાબતે પણ ખ્યાલ નહોતો. રાજકારણ સગા બે ભાઈઓ વચ્ચે પણ ફાટફૂટ પડાવી શકે છે. કાઠી સમાજના જ આગેવાનો છે અને અમારા સન્માનય છે. પણ અર્ધ સત્ય છે. કાઠી ક્ષત્રિય રાજવીઓએ આવતીકાલના સંમેલનમાં ક્ષત્રિય લોકોને ઉમટી પડવા આહવાન આપ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/