fbpx
ગુજરાત

ક્ષત્રિય સમાજના વિરોધ પર અમિત શાહએ નિવેદન આવ્યુંપરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી અને હું ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું : અમિત શાહ

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે.ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. ગુજરાતની ૨૬ એ ૨૬ સીટો પર કમળ ખિલવશેનું જણાવ્યું હતુ. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે બાદથી ક્ષત્રિયો રુપાલાની વિરુદ્ધ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જાેવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી. મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે. મામલો વધતો જાેઈ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેણે કહ્યું, ‘મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો. હું અત્યંત દિલગીર છું. રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે તો તે અંગે સવાલ પુછતા અમિત શાહે કહ્યું હતુ કે આ મામલે રુપાલાજી પહેલા જ માફી માંગી ચૂક્યા છે હવે હું પણ માંગુ છું. હવે કોઈ નારાજગી જાેવા મળી રહી નથી તેમજ ક્ષત્રિયો સહિત દેશવાસીઓ ભાજપને સાથ આપી આ વખતે ફરી ગુજરાતમાં કમળ ખિલવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/