fbpx
ગુજરાત

સમગ્ર દેશમાં શ્રી મહાવીર જન્મકલ્યાણક દિન ની ભવ્ય ઉજવણી

જૈન શાસનના ચોવીસમાં તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીના ૨૬૨૨ માં જન્મકલ્યાણક દિનની ઉજવણી દેશના તમામ પ્રાચીન અને અર્વાચીન જિનાલય કરવામાં આવી હતી. ગુજરાતના બીલીમોરામાં શ્રીસંઘમાં બિરાજમાન પૂ.ચંદ્રશેખર મ.સા.ના શિષયરત્ન પૂ. દિવ્ય વલ્લભ મ.સા આદિ ઠાણાં તેમજ પૂ.સાગરાનંદ સૂરિરસમુદાયના સાધ્વીજી મ.સા.પૂ.વિરેશાશ્રીજી મ.સા. આદિ ઠાણાંની નિશ્રામાં કરવામાં આવી હતી. પ્રભુજીની રથયાત્રા નીકળતા પ્રભુજીના રથે શહેરના રાજમાર્ગો પાર ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ રથયાત્રામાં ઈન્દ્રધજા,પરમાત્માનો ભવ્ય રથ ,મહાવીર સ્વામી ભગવાનનું પારણું સાથે આ રથયાત્રા નીકળી હતી. સકલશ્રીસંઘમાં આ દીને પર્યુષણ પર્વ જેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર વાતાવરણ ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના નારાથી ગુંજી ઉઠ્‌યું હતું.

ગણદેવી જૈન યુવક મંડળ એ ૪૫ યુનિટ રક્તદાન સાથે માનવતા મહેકાવી હતી. રક્તદાતા ઓ ને મોમેન્ટો અપાઈ હતી. ગણદેવી નાં રાજમાર્ગો ઉપર શોભયાત્રા એ આકર્ષણ જમાવ્યું હતું. ચીખલીમાં સ્થાનકવાસી જૈન ઉપાશ્રય થી સાધ્વી મહારાજ ની નિશ્રા માં શોભયાત્રા ગાયત્રી સોસાયટી, જુના પોલીસ મથક, બજાર થઈ પરત ફરી હતી. જન્મ જન્મકલ્યાણક મહાવીર સ્વામીનાં જીવન કવન ઉપર વિસ્તૃત માહિતી પ્રદાન કરાઈ હતી.આખા દેશમાં વિવિધ પ્રકારે શ્રી મહાવીર જન્મકલ્યાણક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/