fbpx
ગુજરાત

શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવા સમીક્ષા બેઠક યોજાઈઅમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી. ભારતીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

પેટા હેયડિંગ- અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન અને જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. રહ્યા ઉપસ્થિત, સામાજિક આગેવાનો, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, રેડિયો જાેકી તથા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો રહ્યા હાજર

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતીના અધ્યક્ષસ્થાને ્‌ૈંઁ (ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન) સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસન અને જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. પણ ઉપસ્થિત રહ્યા હતા.

મતદાર જાગૃતિ માટેના ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (્‌ૈંઁ)ની આ બેઠકમાં શહેર જિલ્લાના સામાજિક આગેવાનો, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, રેડિયો જાેકી તથા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો સાથે વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવા બેઠકનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત આજદિન સુધીમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત થયેલા ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંગે કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી.ભારતીએ ઉપસ્થિત સૌ લોકોને ‘મતદાન જાગૃતિ’ અંગે સહભાગીથી કાર્ય કરવાની અપીલ કરી હતી. વધુમાં તેમણે મહત્તમ મતદાન થાય તે સંદર્ભે સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુશ્રી પી.ભારતીએ આ બેઠકમાં વધુમાં વધુ ફેમિલી વોટિંગ કરાવવા પર ભાર મૂક્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસને લોકશાહીના આ પર્વની ઉજવણીમાં સહભાગી થઈ દેશહિતમાં મતદાન કરવા અને કરાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાની માહિતી આપી હતી. આ ઉપરાંત કમિશનરશ્રીએ સામાજિક આગેવાનો તથા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા મતદાન અંગે જાગૃતતા લાવવા ભાર મૂક્યો હતો.

્‌ૈંઁની આ બેઠકમાં મતદાન અંગે જાગૃતતા લાવવા કરાયેલા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. જેમાં વિધાનસભા વાઇઝ ૧૦ જેટલા બુથો કે જ્યાં ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં મતદાન વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત અનેક યુનિવર્સિટીઓ, કોલેજાે તથા શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો અને પ્રથમ વખતના યુવા મતદારો અચૂક મતદાન કરે તે સંદર્ભે પણ કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત આંગણવાડી અને આશા બહેનો દ્વારા સોસાયટીઓ અને મહોલ્લાઓમાં જઈ મહિલાઓને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા. સાથે સાથે શહેરના અનેક જાહેર સ્થળો તથા આઇકોનિક સ્થળો પર જઈને પણ અનોખા કાર્યક્રમ યોજી મતદાન અંગે ઉત્સાહ વધારવાનું કામ કરાયું છે.

આ બેઠકમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો, સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસરો અને વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/