fbpx
ગુજરાત

આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાત ના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યના અમુક જિલ્લાઓમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને કેન્દ્ર સાશિત પ્રદેશ દીવમાં બે દિવસ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકો અકળામણ અનુભવશે. અમદાવાદ માં ૪૦.૬ ડિગ્રી તાપમાન અને રાજકોટમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું. ૭ મે ના દિવસ તાપમાન ૪૧ થી ૪૨ ડિગ્રી રહશે તેવી પણ સંભાવના છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ર્વોનિંગની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન વ્યાપી રહી છે. જેના કારણે ત્યાંના પવનો ગરમ આવી રહ્યા છે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ ર્વોનિંગ છે. જેમાં કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર, વલસાડ જિલ્લામાં હીટવેવની શક્યતા દર્શાવવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશા, બિહાર, ગંગા પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. જો કે ગુરુવારથી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

ૈંસ્ડ્ઢ અનુસાર, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની છે. હિમાલયન પશ્ચિમ બંગાળ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરીમાં પણ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.કામ વગર ઘરમાંથી બહાર, તાપ તળકામાં ન નીકળવાની પણ સરકારનાં સંબધિત વિભાગો દ્વારા સલાહ આપી છે જેથી લુ લાગવાથઈ બચી શકાય. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડે છે. ગરમીનાં દિવસોમાં હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઊંચકાશે તેમ જણાવ્યું છે, સાથેજ દિવસ દરમિયાન સમયસર પાણી પીતા રહવું અને બપોરના સમયે અનિવાર્ય કામથી બહાર જવાનું હોયતો હળવો ખોરાક લેવો, માથુ હેલમેટ અથવા ટોપીથી બરાબર ઢાંકીને નીકળવું અને પાણી સાથે રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/